રિલીઝ થઈ ગયું છે અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફીનું ટ્રેલર, શું તમે જોયું ટ્રેલર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-22 16:32:54

અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફી આવનાર સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. થોડા સમય પહેલા ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થયું હતું. ત્યારે આજે સેલ્ફી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સાથે ઈમરાન હાશમી પણ છે. સેલ્ફી ફિલ્મનું ટ્રેલર કોમેડીથી ભરપૂર છે ઉપરાંત ઈમોશનલ પણ છે. આ ફિલ્મ એક સુપરસ્ટાર અને તેમના ફેન્સ વચ્ચેના પ્રેમની છે. દરેકને પોતાના મનગમતા સુપરસ્ટાર સાથે સેલ્ફી લેવાની ઈચ્છા હોય છે. આ ફિલ્મમાં આવી જ વાત બતાવામાં આવી છે. 

अक्षय कुमार

અક્ષયકુમારની બતાવવામાં આવી છે ધમાકેદાર એન્ટ્રી 

ટ્રેલરના શરૂઆત અક્ષય કુમારની એન્ટ્રી થાય તે પહેલા અવાજ આવે છે  વિજય સર કોઈ નોર્મલ સ્ટાર નથી, પણ અમારા દિલમાં વસનારા સુપરસ્ટાર છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર વિજયનો રોલ નિભાવી રહ્યા છે. આગની જ્વાળાઓ વચ્ચે અક્ષયકુમારની એન્ટ્રી થાય છે. આ ફિલ્મને લઈને અક્ષયકુમારને આશાઓ છે. 2022માં આવેલી ફિલ્મો અક્ષયકુમાર માટે નિરાશાજનક રહી છે. 


ફેબ્રુઆરીમાં ફિલ્મ થવાની છે રિલીઝ 

આ ફિલ્મ 24 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થવાની છે. ધર્મા પ્રોડક્શન, પૃથ્વીરાજ પ્રોજક્શન્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ બોક્સઓફિસ પર ધૂમ મચાવશે? આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી એક સાથે કામ કરી રહ્યા છે. આ વર્ષે અક્ષયકુમારની અનેક ફિલ્મોમાં જોવા મળવાના છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?