કહેવાય છે કે દુર્ઘટના ગમે ત્યારે ગમે તેની સાથે બની શકે છે. અનેક વખત સામેવાળાની ભૂલને કારણે બીજા લોકોને ભોગવવાનો વારો આવતો હોય છે. આપણે અનેક ટ્રેન અકસ્માત, રોડ અકસ્માત જોયા છે જેમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. અનેક ટ્રેન દુર્ઘટનાઓ સર્જાતી આપણે જોઈ હશે, ત્યારે આજે વાત પ્લેન દુર્ઘટનાની કરવી છે. બ્રાઝીલમાં પ્લેન ક્રેશ થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે 61 લોકોના મોત થઈ ગયા છે તેવી વાત ત્યાના સ્થાનિક મીડિયા દ્વારા કરવામાં આવી છે.
આ પ્લેન ક્રેશમાં આટલા લોકોના મોત!
9 ઓગસ્ટે બ્રાઝિલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. પ્લેન ક્રેશ થયું અને 57 મુસાફરોના મોત થયા છે જ્યારે 4 ક્રૂ મેમ્બરના મોત થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પ્લેન ક્રેશ સાઓ પાઉલો શહેર પાસે બની.. આ ઘટનાના અનેક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે પ્લેન કંટ્રોલ બહાર જતું રહ્યું હોય.. ગોળ ગોળ ફરવા લાગ્યું અને પછી તરત જ નીચે પડી ગયું.. આ દુર્ઘટના કયા કારણોસર બની તે જાણી શકાયું નથી..
ઘટના સર્જાયા બાદ રેસ્ક્યુની કામગીરી ચાલી હતી
મળતી માહિતી અનુસાર જે પ્લેન ક્રેશ થયું છે તે પ્લેન હતું PS-VPB, ATR 72-500 છે. આ પ્લેનની ક્ષમતા કુલ 74 લોકો બેસાડી શકે એવી છે. જોકે અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દુર્ઘટના સમયે વિમાનમાં 61 લોકો હતા. મહત્વનું છે કે આ ઘટના બાદ રેસ્ક્યુની કામગીરી ચાલું થઈ ગઈ હતી.