મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવતી હોય છે જે દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ પૂજારીઓ હાજર રહેતા હોય છે. ત્યારે આજે ભસ્મ આરતી વખતે મંદિરના ગર્ભગૃહમાં મોટી દુર્ઘટના બની છે. ભસ્મ આરતી દરમિયાન આગ લાગી છે અને આ ઘટનામાં 13 જેટલા લોકો દાઝી ગયા છે. આરતી વખતે ગુલાલ ઉડાવવામાં આવ્યું જેને કારણે આ ઘટના બની. મળતી માહિતી અનુસાર પૂજારી ગર્ભગૃહમાં આરતી કરી રહ્યા હતા તે વખતે પાછળથી કોઈએ ગુલાલ ઉડાડ્યું જેને કારણે આ ઘટના બની છે.
ભસ્મ આરતી દરમિયાન પાછળથી કોઈએ ગુલાલ ઉડાડ્યું અને...
કોઈ પણ તહેવાર હોય ત્યારે શ્રદ્ધાળુઓ મંદિરમાં તહેવારની ઉજવણીના ભાગ રૂપે ભગવાનના આશીર્વાદ લેવા માટે મંદિરમાં જતા હોય છે. અનેક મંદિરો એવા હોય છે જ્યાં સામાન્ય દિવસો દરમિયાન પણ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આવું જ એક મંદિર છે ઉજ્જૈનમાં આવેલું મહાકાલ મંદિર. શિવજીના મંદિરમાં નિત્ય ભસ્મ આરતી થતી હોય છે અને આ આરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે ધૂળેટી પર્વ નિમિત્તે મંદિરમાં ભસ્મ આરતી કરવા અનેક ભક્તો ગર્ભગૃહમાં હાજર હતા. ત્યારે આજે ભસ્મ આરતી દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે અને અનેક લોકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે જેમાંથી અનેક લોકોની હાલત ગંભીર છે.
#WATCH | Madhya Pradesh | 'Bhasma Aarti' performed at Shree Mahakaleshwar Temple in Ujjain on the occasion of Holi. pic.twitter.com/wKQJgEnwaM
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 25, 2024
આગ લાગવાને કારણે 13 લોકો દાઝ્યા
#WATCH | Madhya Pradesh | 'Bhasma Aarti' performed at Shree Mahakaleshwar Temple in Ujjain on the occasion of Holi. pic.twitter.com/wKQJgEnwaM
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 25, 2024મળતી માહિતી અનુસાર પૂજારી આરતી કરી રહ્યા હતા ત્યારે પાછળથી કોઈએ ગુલાલ ઉડાડ્યું અને તે ગુલાલ આગના સંપર્કમાં આવી ગયું અને આ ઘટના બની છે. અનુમાન પ્રમાણે ગુલાલમાં રહેલા કેમિકલને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. મંદિરમાં આગ પર કાબુ મેળવવા માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. વ્યવસ્થાને કારણે આગ વધારે ભયંકર બને તેની પહેલા તેની પર કાબુ મેળવી લેવામાં આવ્યો. આ ઘટનાને કારણે પૂજારી સહિત 13 જેટલા લોકો દાઝી ગયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કોઈ વખત આવી નાની ભૂલ ગંભીર પરિણામ લાવી શકે છે અને અનેક લોકોને તે પરિણામ ભોગવવું પડે છે.