અનેક વખત રખડતા ઢોરને લઈ અમે સમાચાર લખીએ છીએ. રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિ વધી રહ્યો છે. રોજે રખડતા ઢોર કોઈ વ્યક્તિને અડફેટે લે છે અને તે મોતને ભેટે છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. આ વાત તમને સામાન્ય લાગતી હશે કે આમાં શું? પરંતુ જે પરિવારજનોએ પોતાના સભ્યને આવી રીતે ગુમાવ્યા હોય તે જ પીડાને સમજી શકશે. રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી ગયો છે. ધોળકાથી સમાચાર આવ્યા કે આખલાએ એક માણસને ગંભીર રીતે અડફેટે લઈ લીધા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમનું નિધન થઈ ગયું.
આખલાની અડફેટે આવતા ગયો એક વ્યક્તિનો જીવ
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોર એકબીજા સાથે ઝઘડતા હોય પરંતુ અચાનક તે કોઈ વ્યક્તિ પર હુમલો કરી દે છે અને તે ઈજાગ્રસ્ત થઈ જાય છે. ત્યારે આવી જ એક ઘટના ધોળકાથી સામે આવી. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે વ્યક્તિ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે તે ડાહ્માભાઈ છે અને તેમના દીકરા જીવણભાઈ અમારી ઓફિસમાં કામ કરે છે. આ ઘટના કેવી રીતે બની તેની જાણ થઈ ત્યારે તે એકદમ ભયાનક હતી અને ચોંકાવનારી હતી. જ્યારે આખલાએ ડાહ્યાભાઈને અડફેટે લીધા તે સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
કોઈએ આ ઘટનાની જવાબદારી સ્વીકારવી પડશે!
ફૂટેજમાં દેખાતું હતું કે ડાહ્યાભાઈ રસ્તા પર જઈ રહ્યા હતા અને અચાનક ત્યાં આખલા આવી ગયા. બે આંખલા ઝઘડતા ઝઘડતા ત્યાં આવ્યા એ તો આખલાથી ઘણા દૂર હતા પણ આંખલા આવ્યા અને એમને કચડી નાખ્યા. દુર્ભાગ્ય પૂર્ણ વાત એ છે કે આવી જ ઘટના ફરી એ જ જગ્યા પર, એ જ ગામના બીજા વ્યક્તિ સાથે બની! આંખલાએ બીજા વ્યક્તિને પણ કચડી નાખ્યા અને એ જ રીતે તેમનું પણ મોત થયું. આ ઘટના છે હેદલપુરની છે. બીજી ઘટનામાં જે વ્યક્તિનું મોત થયું તે એકદમ યુવાન હતો. આવી ઘટના જો એક બે વખત થાય તો સમજ્યા પરંતુ અવાર-નવાર આવી ઘટનાઓ બને તો સવાલ થાય. સતત આવી ઘટનાઓ સામે આવે છતાં એક પણ પક્ષ જવાબદારી ન સ્વીકારે કોઈનું પેટનું પાણી પણ ન હલે, ના માલધારીમાને, ના તંત્ર.
મૃતકના પરિવારનું કોણ સાંભળશે?
જ્યારે કડક કાર્યવાહીની વાત આવે ત્યારે મલધારીઓ દાદાગીરી કરે અને બીજી બાજુ એ લોકો જ્યારે પ્રશ્ન પૂછે કે અમને ઓપ્શનમાં શું આપો છો? અમારે આ પશુ ક્યાં રાખવા ત્યારે પણ કોઈ પાસે જવાબ ના હોય તો એક વાત યાદ રાખવાની કે આ બહું ભયાનક પરિસ્થિતી છે. આ ખાલી વડોદરા, અમદાવાદ જેવા મોટા શહેરોનો પ્રશ્ન નથી. સરકાર જ્યારે એક પશુ નિયંત્રણ ધારો લાવે છે ત્યારે જે મલધારીઓ એકતા સાથે રસ્તા પર ઉતરે છે એ લોકો જવાબ આપો કે આ બધા જ લોકો જે મૃત્યુ પામ્યા છે એ લોકોના પરિવારનું કોણ સાંભળશે?
આ ઘટનાઓ બની તેની જવાબદારી કોણ લેશે?
અને એના માટે ખાલી સરકાર કઈ રીતે જવાબદાર હોય? શું નૈતિક રીતે બધાની જવાબદારી નથી? ગૌચરો નથી તો એના માટે સત્તા પક્ષના નેતાઓ કે વિપક્ષના નેતાઓ ક્યા એગ્રેસિવ થઈને બોલ્યા? એટલે જ અમારે તમને અત્યારની પરિસ્થિતિ બતાવી છે. જ્યાં વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં બે દિલસ પહેલા ઢોર પકડવા ગયેલ ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો આ ઘટનાના વીડિયો સામે આવ્યા છે. જેમાં પશુપાલકો ઢોર છોડાવવાનો પ્રયાસ કરે છે. અને પછી દાદાગીરી પર ઉતરે છે. આટલા લોકોના જીવ જાય છે તો એની જવાબદારી કોણ લેશે? સરકાર જવાબ આપે કે આ લોકોના જીવની કિંમત શું?