ઓસ્ટ્રેલિયાથી અનેક વખત હિંદુ મંદિરોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે બુધવારે ખાલિસ્તાન સર્મથકોએ ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં આવેલા ઈન્ડિયન કોન્સ્યુલેટના મુખ્ય દરવાજાને બળજબરીથી બ્લોક કરી દીધો હતો. મીડિયા રિપોર્ટસના આધારે ખાલિસ્તાન સર્મથકોએ ઝંડા, બેનર તેમજ પોસ્ટર લગાવ્યા હતા.
ગયા અઠવાડિયે જ ઓસ્ટ્રેલિયાના પીએમે આપ્યું હતું આશ્વાસન
ખાલિસ્તાનીઓ દ્વારા અનેક હિંદુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવે છે તે સિવાય વિવાદસ્પદ સૂત્રો પણ લખવામાં આવે છે. સતત થતા હુમલાને કારણે હિંદુમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે. વધતા હુમલાને લઈ ભારતના વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે આ અંગે વાત પણ કરી હતી. આસ્ટ્રેલિયાના પીએમે આશ્વાસન આપ્યું હતું. ત્યારે આશ્વાશન આપે થોડો સમય જ વીત્યો છે ત્યારે વધુ એક ઘટના બની છે.
બળજબરીથી ખાલિસ્તાનીઓએ ગેટ કર્યો બંધ
બુધવારે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં આવેલા ભારતીય દુતાવાસને જબરદસ્તીથી બંધ કરાવી હોય તેવી ઘટના સામે આવી છે. મેન ગેટને બળજબરીથી બંધ કરી દેવાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર ખાલિસ્તાન સમર્થકોએ ઝંડા, પોસ્ટર અને બેનરો લગાવી દીધા હતા. કોન્સ્યુલેટમાં જવા માંગતા લોકોને અંદર જવા દેવાયા ન હતા. જેને કારણે કામકાજ પર સીધી અસર પડી હતી.