વિશ્વમાં કોરોના કેસોમાં એકાએક ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોના બેકાબૂ બન્યો છે. પરંતુ મળતી માહિતી અનુસાર ચીન કરતા ખરાબ હાલત જાપાનની થઈ ગઈ છે. ચીન કરતા જાપાનમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જાપાનમાં દૈનિક કેસોની વાત કરીએ તો બે લાખ જેટલા કેસો પ્રતિદિન નોંધાઈ રહ્યા છે.
એક દિવસમાં નોંધાયા બે લાખ જેટલા કેસ
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વિશ્વના દેશો એકદમ સતર્ક થઈ ગયા છે. નીતિ નિયમોને ફરી લાગુ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાને લઈ બેઠકો કરવામાં આવી કરહી છે. ત્યારે ચીનમાં વધતા કોરોના કેસને લઈ દુનિયા ચિંતીત હતી, પરંતુ ચીન કરતા વધારે કેસો જાપાનમાં નોંધાઈ રહ્યા છે. બે લાખ કરતા વધુ કેસ એક દિવસમાં નોંધાઈ રહ્યા છે.
જાપાનમાં પણ સર્જાઈ શકે છે ચીન જેવી પરિસ્થિતિ
મળતી માહિતી અનુસાર બુધવારના દિવસે જાપાનમાં 2,01,106 લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોના કેસ વધતા જાપાનમાં ચીન જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અનેક લોકો કોરોના સંક્રમિત હોવાને કારણે હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈન લાગી શકે છે. ઉપરાંત દવા તેમજ ઓક્સજનની પણ અછત વર્તાઈ શકે છે. સ્મશાન ગૃહો મૃતદેહોના લાશોથી ભરાઈ શકે છે. અંતિમ સંસ્કાર માટે પણ રાહ જોવી પડે છે.
વૈશ્વિક સ્તરે વધતો કોરોનાનો ખતરો
છેલ્લા થોડા સમયમાં અનેક પર્યટકો જાપાનની મુલાકાત લઈ રહ્યા છે. જેને કારણે જાપાનમાં કોરોના કેસ વધી રહ્યા છે.. ગયા મહિને અંદાજીત 10 લાખ પર્યટકો જાપાન પહોંચ્યા હતા. જે ઓક્ટોબર મહિના કરતા અનેક ઘણી વધારે છે. ત્યારે પર્યટકોને કારણે જાપાનમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેવું જાપાનનું માનવાનું છે. જાપાન, ચીન બાદ અમેરિકામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વિશ્વભરમાં 5.37 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેને લઈ ચિંતામાં વધારો થઈ રહ્યો છે.