ગુજરાતમાં આ તારીખે શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ? જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-15 17:01:10

છેલ્લા થોડા દિવસોથી વરસાદે રાજ્યમાં વિરામ લીધો છે. અનેક જિલ્લાઓ છે જ્યાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે પરંતુ સાર્વિત્રક વરસાદ નથી પડ્યો. પરંતુ આવનાર દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ 18 જુલાઈથી 21 જુલાઈની વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. અનેક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવી આગાહી કરી છે. તે સિવાય ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટને પણ વરસાદ ધમરોળી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ 

ગુજરાતના અનેક ભાગોમાં વરસાદે મન મૂકીને ધબધબાટી બોલાવી હતી. અનેક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. પરંતુ થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ ફરીથી એક વખત વરસાદ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર છે. સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 18 જુલાઈની આસપાસ ફરી એક વખત સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે તેવી શક્યતાઓ છે. ધીરે ધીરે વરસાદનું જોર વધશે અને રાજ્યના વિવિધ ભાગોમાં ફરીથી મેઘમહેર જોવા મળશે.   


આ જગ્યાઓ પર આ તારીખે વરસાદની સંભાવના  

આગાહી પ્રમાણે 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ 18થી 21 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ,નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા તેમજ પાટણ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જામનગર, ગીર સોમનાથ, ભાવનગર,રાજકોટમાં પણ મેઘરાજા જોરદાર પધરામણી કરી શકે છે.  


વરસાદી આંકડા કરાયા જાહેર  

વરસાદની આગાહી સાથે હવામાન વિભાગ દ્વારા આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. પહેલી જુનથી 14 જુલાઈ સુધી ગુજરાતમાં ખાબકેલા વરસાદની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે અનુક્રમે 278.8 મિમી, 552.8 મિમી, 270.2 મિમી અને 501.5 મિમી નોંધાયો છે. તે સિવાય અમરેલીમાં 420.4 મિમી, ભાવનગરમાં 302.5 મિમી, ગીર સોમનાથમાં 681.2 મિમી, જામનગરમાં 521.5 મિમી, જૂનાગઢમાં 828 મિમી, બોટાદમાં 415.8 મિમી, દેવભૂમિ દ્વારકામાં 462.7 મિમી, મોરબીમાં 292.6 મિમી, પોરબંદરમાં 477.5 મિમી, રાજકોટમાં 501.5 મિમી, સુરેન્દ્રનગરમાં 274.1 મિમી અને કચ્છમાં 504.9 મિમી વરસાદ વરસ્યો છે. ભરૂચમાં 262.9 મિમી, છોટા ઉદેપુરમાં 294.5 મિમી, દાહોદમાં 187.3 મિમી, ડાંગમાં 681.4 મિમી, ખેડામાં 341.1 મિમી, મહિસાગરમાં 318.8 મિમી, નર્મદામાં 304.2 મિમી, નવસારીમાં 910.1 મિમી, પંચમહાલમાં 278.7 મિમી, તાપીમાં 569 મિમી અને વલસાડમાં 951.7 મિમી વરસાદ નોંધાયો છે. 



અનેક જળાશયો થયા પાણીથી છલોછલ 

મહત્વનું છે સિઝનનો સારો એવો વરસાદ થવાને કારણે જળાશયોની જળસપાટીમાં વધારો થયો છે. અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 61.35 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.  ૧૪ જુલાઈએ સવારે 8 કલાકની સ્થિતિએ કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 50.37 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના 31 જળાશયો 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે જયારે 44 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયો એવા છે જેમાં 50 ટકા સુધી પાણી ભરાયા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?