ઘણા વર્ષો બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ યોજાઈ હતી. ત્યારે આવતી કાલે સમગ્ર રાજ્યમાં ટેટ-2ની પરીક્ષા યોજાવાની છે. ત્યારે પરીક્ષામાં કોઈ ગેરરીતી ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોપી કેસ તેમજ ગેરરીતી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષામાં અંદાજીત 2 લાખ 76 હજાર ઉમેદવારો બેસવાના છે. પરીક્ષા માટે એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. જો કોઈ ઉમેદાવાર ગેરરીતિ કરતા પકડાશે તો કાર્યવાહી કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે.
2 લાખથી વધુ ઉમેદવારો આપવાના છે પરીક્ષા!
રાજ્યમાં આવતી કાલે મહત્વપૂર્ણ પરીક્ષા લેવાવાની છે. ટેટ-1ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. ત્યારે આવતી કાલે ટેટ-2ની પરીક્ષા યોજાવાની છે. થોડા સમય પહેલા ઘણા વર્ષો બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. પહેલી વખત જ્યારે આ પરીક્ષાનું આયોજન કરાયું હતું ત્યારે પેપર લીક થતાં પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. જે બાદ ફરી એક વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિર્વિધ્ન પૂર્ણ થઈ હતી. ત્યારે કાલે સમગ્ર રાજ્યમાં ટેટ-2ની પરીક્ષા લેવવાની છે. અંદાજીત 2 લાખ કરતા વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવવાનું છે.
પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે કરાઈ વ્યવસ્થા
કાલે યોજાનારી પરીક્ષામાં કોઈ અવ્યવસ્થા ન થાય તેમજ ગેરરીતિ ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે. જો એસઓપીની વાત કરીએ તો પરીક્ષાખંડમાં ઉમેદવાર પોતાની સાથે આઈડી પ્રૂફ તેમજ હોલ ટિકિટ સિવાય કોઈ પ્રકારનું સાહિત્ય લઈ શકશે નહીં. તે સિવાય કોઈ પણ ઉમેદવાર જો મોબાઈલ સાથે પકડાશે તો ઉમેદવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી છે.