રાજ્યમાં રખડતાં શ્વાનનો ફરી જોવા મળ્યો આતંક! અમરેલીમાં બાળક પર શ્વાનના ટોળાએ કર્યો હુમલો, જાણો સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-31 16:00:35

રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. પહેલા રખડતાં ઢોર રાહદારીઓ માટે મુસીબત બનતા હતા ત્યારે હવે રખડતા શ્વાન મુસીબત બની રહ્યા છે. આપણી સામે એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં શ્વાનને કારણે લોકોના જીવ ગયા છે. ત્યારે આવી જ ઘટના અમરેલીના દામનગરના સીમ વિસ્તારથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર બાળક વાડીમાં રમતું હતું તે દરમિયાન અચાનક પાંચ છ કૂતરાઓનું ટોળું આવ્યું અને બાળક પર હુમલો કરી દીધો. ગંભીર રીતે બાળક ઘાયલ થયો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો. વહાલસોટા બાળકને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


શ્વાનના ટોળાએ કર્યો બાળક પર હુમલો!

રાજ્યમાં રખડતાં શ્વાનનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકોના જીવ શ્વાનના હુમલાને કારણે જતાં હોય છે. અમરેલીમાં તો સિંહ અને દીપડા દ્વારા થતાં હુમલાઓને કારણે માસુમ લોકોના જીવ જાય છે. ત્યારે માનવ ભક્ષી બની ગયેલા કૂતરાઓએ 3 વર્ષના બાળકનો જીવ લીધો છે. દામનગર નજીક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ત્રણ વર્ષના બાળક પર એક-બે નહીં પરંતુ પાંચ-છ કૂતરાઓએ હુમલો કર્યો હતો. બાળક પર હુમલો કરી બાળકને ફાડી ખાધું હતું. કૂતરાઓના ટોળાએ બાળકને ફંગોળી, અનેક જગ્યાઓ પર બચકા ભર્યા હતા. બાળકના માથાના ભાગે તેમજ પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ બાળકનો જીવ બચી શક્યો ન હતો. નાની ઉંમરે બાળકને ગુમાવી દેતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. 



અનેક વખત આવી ઘટનાઓ આવી છે સામે! 

મહત્વનું છે સુરતમાં પણ આવી ઘટના બની હતી જેમાં બાળકી પર બે શ્વાનોએ હુમલો કર્યો હતો. તે સિવાય સુરતથી જ કિસ્સો સામે આવ્યો હતો જેમાં વરરાજાને કૂતરૂ કરડ્યું હતું. વરરાજાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તે પહેલા ઈડરથી પણ આવા સમાચાર સામે આવ્યા હતા. બાળકને 85 ટાંકા આવ્યા હતા. વધતા કૂતરાઓના હુમલાને જોતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?