અમદાવાદમાં વધી રહ્યો છે રખડતા શ્વાનનો આતંક


  • Published By :
  • Published Date : 2022-12-19 17:13:27

છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ અનેક મુસીબતનો સામનો કરી રહ્યા છે. રખડતા પશુઓને કારણે  લોકોને હાલાકી ભોગવી પડતી હતી પરંતુ કૂતરાનો ત્રાસ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા શ્વાનને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્વાન અંગે તંત્રને અનેક ફરિયાદ મળી છે. ડિસેમ્બર મહિનામાં કૂતરાને લઈ હજી સૂધી 235 ફરિયાદો મળી છે.


રખડતા પશુઓને કારણે વધી શહેરીજનોની મુશ્કેલી 

વરસાદને કારણે રોડ-રસ્તાની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ જોવા મળે છે. ઉપરાંત રસ્તા પર રખડતા પશુઓને કારણે લોકોને તેમજ વાહનચાલકને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. પશુઓને કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. તો અનેક લોકોના મોત પણ થયા છે. રખડતી ગાયની સમસ્ચા તો ત્યાંની ત્યાં રહી પરંતુ રખડતા શ્વાનને કારણે પણ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 


રખડતા શ્વાનને લઈ તંત્ર પાસે આવી છે અનેક ફરિયાદ

અનેક લોકોએ રખડતા શ્વાનને લઈ તંત્રને ફરિયાદ કરી છે. રખડતા કૂતરાની મળેલી ફરિયાદની સંખ્યા પર નજર કરીએ તો એપ્રિલ મહિનામાં 460 જેટલી ફરિયાદો મળી છે. મે મહિનામાં 440 ફરિયાદો મળી છે. જૂનમાં 516 ફરિયાદ નોંધાઈ છે. જૂલાઈમાં 533 ફરિયાદ આવી છે. ઓગસ્ટ મહિનામાં 476 ફરિયાદો આવી છે. સપ્ટેમ્બરમાં તંત્રને 539 ફરિયાદ મળી છે. ઓક્ટોબરમાં 395 ફરિયાદ મળી છે. નવેમ્બર મહિનામાં 492 ફરિયાદો મળી છે. અને ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી 235 ફરિયાદો સામે આવી છે.  રખડતા પશુને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવો પડે છે. અકસ્માતને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થાય છે. રખડતા પશુઓનો ત્રાસ તો ઓછો નથી થયો ત્યારે રખતા શ્વાનને કારણે લોકોને હાલાકી ભોગવી પડી રહી છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.