રાજ્યમાં રખડતા ઢોરનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકોના મોત રખડતા ઢોરની અડફેટે આવી જાય છે અને મોતને ભેટે છે. કોઈ એટલી વાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે કે જીંદગીભર તેમના શરીરમાં ખામી રહી જતી હોય છે. રખડતા ઢોરને કારણે વાહનચાલકોમાં તેમજ રાહદારીઓને ભોગવવાનો વારો આવે છે. રખડતા ઢોર વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ રાહદારીઓ તેમજ વાહનચાલકો કરી રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે આવ્યું છે. રખડતા ઢોરને લઈ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈ હાઈકોર્ટે જવાબ આપ્યો છે.
અનેક લોકો પર રખડતા ઢોરે કર્યો હુમલો
એક તરફ ખરાબ રસ્તાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. રખડતા ઢોર ગમે ત્યારે તેમની પર હુમલો કરી દે તેવો ભય રાહદારીઓને સતાવતો હોય છે. શાંત દેખાતા પશુઓ ગમે ત્યારે ઝઘડી પડે તેનો ડર રહેતો હોય છે. આપણી સામે અનેક એવા વીડિયો આવતા હોય છે જેમાં નિર્દોષ લોકો રખડતા ઢોરનો ભોગ બનતા હોય છે. ત્યારે આજે જ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો રખડતા ઢોરના આતંકનો ભોગ બન્યા છે. આ હુમલાને કારણે દાહોદમાં રખડતા ઢોરે બાઈક ચાલકને અડફેટે લીધા છે. તો બીજી જગ્યાએ ભાવનગરમાં રખડતા ઢોરની અડફેટે આવતા એક વૃદ્ધનું મોત થયું છે. તે સિવાય રાજકોટથી પણ આવા દશ્યો સામે આવ્યા છે. રસ્તામાં રખડતા પશુની અડફેટે આવતા મહિલાનું મોત થઈ ગયું છે.
નિર્દોષ લોકોને સહન કરવો પડે છે રખડતા ઢોરનો આતંક
અમદાવાદમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ સમસ્યા તો ત્યાં પણ સરખી છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવી જતા હોય છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે અથવા તો મોતને ભેટતા હોય છ. અમદાવાદના રાણીપના બલોલનગર સુંદરવન ફ્લેટ પાસે આ બનાવ બન્યો છે. રખડતા ઢોરે બાળકને અડફેટે લીધું હતું. બાળકને બચાવવા માટે દાદી વચ્ચે પડ્યા. બાળકીની દાદીને સામાન્ય ઈજા પહોંચી છે. મહત્વનું છે કે અનેક વખત રખડતા ઢોર દ્વારા કરવામાં આવતો હુમલો નિર્દોષ લોકો માટે પ્રાણઘાતક સાબિત થતો હોય છે. એક જ દિવસમાં રખડતા ઢોરના અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે આ રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ ક્યારે મળશે?