રખડતાં પશુની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. અનેક લોકોને રખડતાં પશુના હુમલાને કારણે ગંભીર રીતે ઈજાઓ પહોંચતી હોય છે. અનેક વખત મોતને પણ લોકો ભેટતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાછળથી આવેલી ગાય એક દીકરી અને વડીલ પર હુમલો કરે છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો મહિસાગરના લુણાવાડાનો છે. વારંવાર રખડતાં પશુ દ્વારા થતા હુમલાને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ચારકોશિયાથી લઈને લીલાવતી હોસ્પિટલ સુધીના રસ્તાઓ પર તેમજ રાજ્યના અનેક રસ્તાઓ પર રખડતા પશુઓને કારણે જીવનું સંકટ રહેતું હોય છે.
સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
અનેક વખત રખડતા પશુને કારણે રાહદારીઓને તેમના હુમલાનો ભોગ બનવું પડતું હોય છે. રસ્તા પર રખડતી ગાયને કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે જેને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. ત્યારે રખડતાં પશુના હુમલાનો ભોગ એક કાકા અને એક દીકરીને બનવું પડ્યું છે. સોશિયલ મીડિયા પર તેમના હુમલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વધતા હુમલાને લઈ લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં લોકોનો રોષ છલકાઈ રહ્યો હતો.
નિર્દોષ લોકો બનતા હોય છે હુમલાનો ભોગ
પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે. ગાયને આપણે માતા પણ કહીએ છીએ પણ એ માતા જ્યારે રસ્તા પર રખડતી રખડતી રણચંડી બની હુમલો કરી શારીરિક હોની પહોંચાડે ત્યારે શું કરવું જોઈએ? હાઈકોર્ટ દ્વારા પણ આ મુદ્દાને લઈને સરકારની ટકોર કરવામાં આવી હતી. આ મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરંતુ અનેક વખત નિર્દોષ લોકો રખડતા પશુના હુમલાનો ભોગ બની રહ્યા છે.