દેશના આ રાજ્યમાં તાપમાન પહોંચ્યું 54 ડિગ્રી આસપાસ, માર્ચ મહિનામાં પડી રહી છે કાળઝાળ ગરમી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-10 13:23:28

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. દેશના અનેક રાજ્યોમાં દઝાડે તેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ગુજરાતમાં પણ ફેબ્રુઆરી મહિનામાં અનેક વર્ષોનો રેકોર્ડ તૂટ્યો છે ત્યારે કેરળમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. માર્ચ મહિનામાં જ જૂન વાળી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચમાં પણ કેરળના અનેક વિસ્તારોનું તાપમાન 54 ડિગ્રી નોંધાયું છે. ત્યારે આવનાર મહિનામાં આ તાપમાનનો પારો હજી પણ વધી શકે છે જેને કારણે લોકો બીમાર પડી શકે છે.   


માર્ચ મહિનામાં જ તાપમાન પહોંચ્યું 54 ડિગ્રી 

માર્ચ મહિનાની શરૂઆતમાં જ આકરા તાપનો અનુભવ કેરળના લોકો કરી રહ્યા છે. દિવસેને દિવસે દેશનું વાતાવરણ વિચિત્ર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અનેક જગ્યાઓ પર ગરમી પોતાનો રેકોર્ડ તોડી રહી છે. માર્ચ મહિનામાં જ જૂનવાળી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. કોટ્ટાયમ, અલપ્પુઝા અને કન્નુર જિલ્લાઓના અનેક વિસ્તારોમા 54 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે સિવાય તિરૂવનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝાના બીજા વિસ્તારોમાં તાપમાન 49-54 ડિગ્રી નોંધાયું હતું. 


આવનાર મહિનામાં હજી વધશે ગરમીનું પ્રમાણ!

ગરમીને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો જે મુજબ કેરળના અનેક વિસ્તારોમાં તાપમાન 56 ડિગ્રી નોંધાયું છે. આગ વરસાવતી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. વધતી ગરમીને કારણે લોકો ગંભીર બિમારીનો શિકાર પણ બની શકે છે. માર્ચની શરૂઆતમાં જ ગરમીએ વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે ત્યારે હજી મે-જૂન મહિનો બાકી છે. ત્યારે તાપમાનનો પારો કેટલે પહોંચશે તે જોવાનું રહ્યું.  




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..