પોતાની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લઈ સલમાન ખાન ચર્ચામાં આવ્યા છે. આ ફિલ્મનું ટીઝર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની સાથે રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર જોયા બાદ સલમાન ખાનને મોટા પડદા પર જોવા માટે દર્શકો ઉત્સુક જોવા મળી રહ્યા છે. વેલેન્ટાઈન વીકમાં ભાઈજાને દર્શકોને ભેટ આપી છે. ફિલ્મના પહેલા ગીત નૈયો લગદાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
નૈયો લગદા સોન્ગનું ટીઝર થયું રિલીઝ
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં સલમાન ખાન કેમિયો કરતા જોવા મળ્યા હતા. પઠાણ ફિલ્મ રિલીઝ થઈ તે દિવસે જ ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ મોટા પડદા પર સલમાન ખાનને જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે કિસી કા ભાઈ કિસી કી જાનના પ્રથમ સોન્ગ નૈયો લગદાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં સલમાન ખાન એકદમ રોમેન્ટિક અવતારમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ લદ્દાખ ખાતે કરવામાં આવ્યું હતું. આ ગીતમાં સલમાન ખાન પૂજા હેગડે સાથે જોવા મળી રહ્યા છે.
ઈદ સમયે રિલીઝ થશે ફિલ્મ
હિમેશ રેશમીયાએ આ ગીતને કમ્પોઝ કર્યું છે. તે ઉપરાંત આના શબ્દો કમાલ અને શબ્બીર અહેમદે લખ્યા છે. આ ફિલ્મ સલમાન ખાન ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ જોવા મળવાની છે. ફિલ્મનું પ્રથમ ગીત દર્શકોને પસંદ આવી રહ્યું છે. અનેક વર્ષો બાદ ઈદ પર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેની આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે.