આ તારીખે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2નું ટીઝર, અભિનેતાએ વીડિયો પોસ્ટ કરી આપી જાણકારી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-09 15:21:17

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ઓહ માય ગોડ-2ને લઈ ચર્ચામાં રહી રહ્યા છે. જ્યારે પણ ફિલ્મને લઈ કોઈ અપડેટ આવે છે ત્યારે સોશિયલ મીડિયા પર ફિલ્મ તેમજ અક્ષય કુમાર ટ્રેન્ડ થતા હોય છે. ત્યારે આજે ફિલ્મના ટીઝરને લઈ જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અક્ષય કુમારે જાણકારી આપી કે 11 જુલાઈના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ થવાનું છે. ઓએમજીમાં અક્ષયકુમાર ભગવાન કૃષ્ણના અવતારમાં જોવા મળ્યા હતા ત્યારે આ ફિલ્મમાં અક્ષય કુમાર શિવજીના રૂપમાં જોવા મળવાના છે.

 

11 જુલાઈના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ થશે

ઘણા વર્ષો બાદ ફિલ્મ ઓ માય ગોડની સિકવલ આવી રહી છે. અક્ષય કુમાર તેમજ પરેશ રાવલની જોડીએ બોક્સઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યું હતું. ત્યારે થોડા મહિના બાદ આ ફિલ્મની સિક્વલ ઓ માય ગોડ-2 આવી રહી છે. ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સુક્તા વધી રહી છે. જ્યારે પણ ફિલ્મ અંગે નવી અપડેટ આવે ત્યારે ટ્વિટર તેમજ સોશિયલ મીડિયા પર તે ટ્રેન્ડ થઈ જાય. ત્યારે ફિલ્મની ટીઝરને લઈ જાહેરાત કરવામાં આવી છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણકારી આપી છે કે 11 જુલાઈના રોજ ફિલ્મનું ટીઝર બહાર પડશે. 


સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી આપી જાણકારી 

પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં હર હર મહાદેવના નાદ વચ્ચે અક્ષય કુમારની એન્ટ્રી થાય છે. અક્ષયે ગળા પર ભભૂત લગાયેલી છે. કેપ્શનમાં અભિનેતાએ લખ્યું છે કે ઓએમજી-2નું ટીઝર 11 જુલાઈના રોજ રિલીઝ થશે. જ્યારે ફિલ્મ 11 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. પહેલા પાર્ટમાં અક્ષય કુમારની સાથે પરેશ રાવલ જોવા મળ્યા હતા, જ્યારે આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી જોવા મળવાના છે. તે સિવાય યામી ગૌતમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?