ઢોર પકડવા માટે આવેલી Jamnagar Municipal Corporationની ટીમે ગૌ વંશ સાથે કરી ક્રૂરતા? વીડિયો જોયા બાદ જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-06 11:25:53

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે રખડતા ઢોરના ત્રાસને અટકાવવા માટે અનેક યોજનાઓ બનાવવામાં આવતી હોય છે. રખડતા ઢોરના ત્રાસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પરંતુ અનેક વખત એવા વીડિયો સામે  આવતા હોય છે જે જોઈ લોકોમાં તેમજ માલધારી સમાજમાં રોષની લાગણી જોવા મળતી હોય છે. એક વીડિયો જામનગરથી સામે આવ્યો છે જેમાં ગાયને પકડવા માટે આવેલી ટીમ ક્રૂરતા કરતી દેખાઈ રહી છે... ગાયના ગળામાં દોરડું બાંધવામાં આવ્યું છે અને પૂંછડી પકડીને ઢસડીને વાહનમાં ચડાવામાં આવી રહી છે.. 

અનેક વખત રખડતા ઢોરને પકડવા આવેલી ટીમ ક્રૂરતા કરતી દેખાય છે!  

આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયને માતા કહીએ છીએ. પરંતુ અનેક વખત રખડતા ઢોર, રસ્તા પર રખડતી ગાયોને કારણે અકસ્માત સર્જાય છે. રખડતા પશુ રસ્તા પર ચાલી રહેલા અથવા વાહન પર આવી રહેલા લોકો પર અચાનક હુમલો કરે છે અને તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરે છે. રખડતા ઢોરને પકડવા માટે તંત્ર દ્વારા કામગીરી પણ હાથ ધરવામાં આવી છે પરંતુ અનેક વખત રખડતા ઢોરને પકડવા માટે આવેલી ટીમ રખડતા ઢોર પર ક્રૂરતા આચરતી દેખાય છે. રખડતા ઢોરને પકડવા માટે લાવવામાં આવેલી જે ગાડી હોય છે તેમાં ગાયને ચઢાવવા માટે જે પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે તે જોઈને જીવદયા પ્રેમીમાં આક્રોશ જોવા મળે છે...



ગાયના ગળામાં દોરડૂં અને પૂંછડા પકડીને  વાહનમાં ચડાવાતા રોષ! 

જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જે જોયા બાદ જીવદયા પ્રેમીઓમાં તેમજ માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં ગાયને વાહનમાં ચઢાવવા માટે ગળામાં દોરડૂ બાંધવામાં આવ્યું છે અને પૂંછડા પકડીને ઢસેડવામાં આવી રહી છે... જે વીડિયો સામે આવ્યો છે તે બાદ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે... મળતી માહિતી અનુસાર એવી માગ ઉઠી છે કે આ મામલે તપાસ કરવામાં આવે... મહત્વનું છે કે ઢોર પકડવાની જે ઝુંબેશની વાત કરવામાં આવતી હોય છે તે અનેક વખત પોકળ સાબિત થતી હોય છે... અનેક વખત રખડતા ઢોરના હુમલાના કિસ્સાઓ સામે આવતા રહે છે. લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ઢોર પકડવાની જવાબદારી તંત્રની છે પરંતુ જ્યારે આવી રીતે ગો માતાને પકડવામાં આવે ત્યારે લોકોમાં રોષની લાગણી વ્યાપી ઉઠવી સ્વભાવિક છે તેમ કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?