મોરબીમાં થયેલી ગોઝારી ઘટના બાદ તંત્ર એકાએક જાગી ગયું છે. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. આવી અનિચ્છનિય બનાવ કોઈ બીજી જગ્યાએ ન બને તે માટે તંત્ર સતર્ક બન્યું છે. એક બાદ એક ફૂટ બ્રિજ પર નિયંત્રણો લાદી લેવામાં આવ્યા છે.
અટલ બ્રિજ પર 3000 લોકોને જ એક સાથે ફરવાની પરવાનગી આપી છે જ્યારે તંત્રએ દ્વારકામાં આવેલા સુદામાં બ્રિજને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. મોરબીમાં બનેલ આ ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજને બંધ કરવાનો નિર્ણય જિલ્લા કલેક્ટરે આપ્યો હતો.