અમદાવાદમાં અનેક બ્રિજો આવેલા છે. પરંતુ અનેક બ્રિજો એવા હોય છે જે સતત ચર્ચામાં રહે છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે પછી રિવરફ્રન્ટ પર આવેલો અટલ બ્રિજ હોય. થોડા સમય પહેલા અટલ બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, આ બ્રિજને અમદાવાદની શાન માનવામાં આવતી હતી. લોકો બ્રિજ પરથી નદીની મજા માણી શકે તે માટે કાચ લગાવવામાં આવ્યા હતા. અનેક લોકો કાચને જોવા આવતા હતા. ત્યારે હવે બ્રિજ પરથી નદીની મજા નહીં માણી શકાય કારણ કે એએમસીએ ક્રેક થયેલા ગ્લાસને હટાવીને તેની આસપાસ ગ્રીલ લગાવી દીધી છે.
કાચની આસપાસ લગાવવામાં આવી ગ્રીલ!
અટલ બ્રિજ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. અટલ બ્રિજ પર લોકોનો ઘસારો જોવા મળતો હતો ત્યારે થોડા સમય પહેલા અટલ બ્રિજ પર લગાવામાં આવેલા કાચ પર તિરાડ દેખાઈ હતી. લોકો આ કાચ પર ઉભા રહી નદીની મજા માણી શકતા હતા. પરંતુ કાચ પર તિરાડ દેખાતા કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા કામ કરાયું છે. અટલ બ્રિજને અમદાવાદની શાન માનવામાં આવે છે. પરંતુ હવે શાન ફિકી પડશે કારણ કે અટલ બ્રિજ પર લગાવવામાં આવેલા કાચમાં થોડા સમય પહેલા તિરાડ દેખાઈ હતી. જે બાદ એએમસીએ ક્રેક થયેલા ગ્લાસને બદલીને તેની આસપાસ ગ્રીલ લગાડી દીધી છે.
કાચ ઉપર દેખાઈ હતી તિરાડ!
અટલ બ્રિજ બને હજી એક વર્ષ પણ પૂર્ણ નથી થયું તે પહેલા જ બ્રિજ પર લગાવવામાં આવેલા કાચ પર તિરાડ દેખાઈ હતી. એક વર્ષની અંદર જ કાચ તૂટી જતા બ્રિજની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા હતા. જ્યારે તિરાડ દેખાઈ હતી ત્યારે તંત્ર દ્વારા બેરિકેટ લગાવવામાં આવ્યા હતા. તે બાદ ગ્રીલ લગાવી દેવામાં આવી હતી.
રાજ્યમાં આવેલા બ્રિજની કરાશે ચકાસણી!
ત્યારે કરોડોના ખર્ચે બનાવામાં આવેલો બ્રિજ એક વર્ષ પણ નથી ટકતો તો કરોડો રૂપિયા ખર્ચવાનો મતલબ શું? બ્રિજનું જે આકર્ષણ હોય છે તે જ જો નહીં હોય તો બ્રિજની શાન ફિક્કી પડી જશે. ત્યારે રાજ્યમાં આવેલા તમામ બ્રિજની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. અંદાજીત 8 હજાર જેટલા બ્રિજ અંગે ગુણવત્તાની તપાસ થશે.