વરસાદ વરસવાને કારણે અમદાવાદના રોડ રસ્તાની હાલત અતિ-બિસમાર થઈ ગઈ છે. ઠેર-ઠેર રસ્તાઓ પર પડતા ખાડાને કારણે શહેરીજનો પરેશાન થઈ ગયા છે. ખાડા પડવાને કારણે તંત્રની કામગીરી પર લોકોને ખૂબ રોષ વ્યાપી ઉઠ્યો છે. ખરાબ રસ્તાનો વિરોધ અનેક વખત સ્થાનિકોએ કર્યો છે પરંતુ તંત્ર દ્નારા કોઈ પગલા ન લેવાતા લોકોમાં ભારે ગુસ્સો ભરાઈ ગયો છે. ત્યારે હવે તંત્ર જાગૃત થયું છે. અમદાવાદ મહાનગર પાલિકાએ ઘણા સમય બાદ લોકોની વેદના સમજી રોડ-રસ્તાના સમારકામ માટે નિર્ણય લીધો છે. 30 ઓક્ટોબર પહેલા શહેરના તમામ રસ્તોઓનું સમારકામ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.
કુંભકર્ણની નીંદ્રામાંથી જાગ્યું તંત્ર
રસ્તાની ખરાબ કામગીરીને કારણે વરસાદ થતા જ રોડ રસ્તા પર ખાડાઓ પડી જાય છે. રોડનું ઘોવાણ થાય છે જેને કારણે રસ્તાઓ પર અનેક ખાડાઓ પડી જાય છે. રસ્તા પર ખાડાને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખાડાને કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે. વાહનોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે રોડ રસ્તાનું સમારકામ જલ્દી પૂર્ણ કરવા એએમસીએ આદેશ આપ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખરાબ રોડ-રસ્તા અંગે ચર્ચા થઈ હતી. 30 આક્ટોબર પહેલા રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવે, તેવો નિર્ણય કર્યો છે.