પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર લટકતી ધરપકડની તલવાર, ઘરની બહાર તૈનાત કરાયો પોલીસ કાફલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-17 10:35:57

પાકિસ્તાનમાં મોંઘવારીનું સ્તર સતત વધી રહ્યું છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે પાકિસ્તાનથી એક સમાચાર સામે આવ્યા છે જેને કારણે રાજકારણ ગરમાયું છે. એવા સમાચારો સામે આવી રહ્યા છે જે મુજબ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનની ધરપકડ ક્યારે પણ થઈ શકે છે. તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા છે. તે સિવાય ધરપકડના સમાચાર મળતા તેમના સમર્થકો પણ તેમના ઘરની બહાર પહોંચી ગયા છે.


ઈમરાન ખાન પર લટકતી ધરપકડની તલવાર! 

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર ધકપકડની તલવાર લટકી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગમે ત્યારે પોલીસ તેમની ગિરફતારી કરી શકે છે. તેમની ધરપકડ કરવા પોલીસ તેમના ઘરે પણ પહોંચી હતી. ઈમરાન ખાનના સમર્થકો પણ ઘરે પહોંચી ગયા હતા અને ઘરને ઘેરી લીધું હતું. 


કોર્ટે ફગાવી હતી અરજી 

કોર્ટે બુધવારે ચૂંટણી પંચની ઓફિસ સામે પ્રદર્શનના કેસમાં તેમની વચગાળાની જામીન ફગાવી દીધી હતી. તે ઉપરાંત આતંકવાદ વિરોધી અદાલતે સંબંધિત કેસની સુનાવણીમાં ગેરહાજર રહ્યા હતા. જે બાદ કોર્ટે ઈમરાન ખાનની અરજી ફગાવી દીધી હતી. જજે કહ્યું કે તબીબી આધાર ખાનને કોર્ટમાં હાજર થવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ વાતને લઈ ઈમરાનના વકીલે કહ્યું કે ઈમરાન ગયા વર્ષે તેમના પર થયેલા હુમલામાથી સાજા થયા નથી અને તેમને કોર્ટમાં રહેવાની એક છેલ્લી તક આપવી જોઈએ. આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી અને કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે સામાન્ય માણસને આવી રાહત ન આપી શકાય, આવી રીતે ઈમરાન ખાન જેવા શક્તિશાળી વ્યક્તિને પણ રાહત ન આપી શકાય. જે બાદ ગમે ત્યારે ઈમરાન ખાનની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?