ધી સુરત પીપલ્સ કોઓપરટીવ બેંકની ચૂંટણીમાં શહેર ભાજપના મહામંત્રી મુકેશ દલાલની પેનલનો કારમો પરાજય


  • Published By :
  • Published Date : 2023-08-07 21:34:05

સુરતની જાણિતી ધી સુરત પીપલ્સ કો ઓપરેટીવ બેંકના 101 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આખે આખા બોર્ડ ઓફ મેનેજમેન્ટની 13 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. ધી સુરત પીપલ્સ કો.ઓપરેટિવ મલ્ટી સ્ટેટ બેન્કનાં 13 ડિરેક્ટરોની ચૂંટણી આજે અઠવા ગેટ વનિતા વિશ્રામ ખાતે યોજાઈ હતી. રાજકીય પરિમાણો વચ્ચે યોજાઈ રહેલો આ રોચક જંગે સહકારી બેન્કિંગ સેકટરમાં એક નવી દિશા આપી છે. સુરતની જુની અને જાણીતી બેન્કમાં ભાજપના ટોચના નેતાની પેનલનો પરાજય થતા સહકારી વર્તુળમાં આંચકો આપ્યો છે. મુકેશ દલાલ પેનલના ભાજપના બે કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલા અને કેયુર ચપટવાલા હારી જતા લોકોએ ભારે આશ્ચર્ય અનુભવ્યું હતું


ચૂંટણીમાં મોટો ઉલટ ફેર


ધી સુરત પીપલ્સ કોઓપરટીવ બેંકની ચૂંટણીમાં મોટો ઉલટ ફેર જોવા મળ્યો છે. સુરત શહેર ભાજપના મહામંત્રી મુકેશ દલાલની પેનલનો કારમો પરાજય થયો છે. મુકેશ ગજ્જર, સુનિલ મોદી, સંજીવ તમાકુવાલા અને અમિત દિલીપભાઈ ગજ્જર પ્રેરિત સત્તાધારી સહકાર પેનલ અને શહેર ભાજપના મહામંત્રી અને બેંકના વર્તમાન ચેરમેન મુકેશ દલાલ અને માજી પ્રમુખ યવદનભાઈ બોડાવાલા પ્રેરિત પરિવર્તન પેનલે ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવ્યું હોવાથી 12,000 થી 15,000 જેટલું મતદાન થઈ શકે એવા અંદાજને પગલે ચૂંટણી અધિકારીને મતદાન મથક બદલીને વનિતા વિશ્રામ કર્યું હતું. આ  ચૂંટણીમાં મુકેશ દલાલ પેનલના ભાજપના બે કોર્પોરેટરની પણ હાર થઈ છે. ભાજપના બે કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાલા અને કેયુર ચપટવાલા  હારી ગયા છે.


 87 હજાર મતદારોએ કર્યુ મતદાન 


સુરત શહેરના વનિતા વિશ્રામમાં 150 મથકો પર મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં 87 હજાર મતદારો 26 ઉમેદવારનું ભવિષ્ય નકકી કરવા મતદાન કર્યું હતું. વિકાસ- સહકાર પેનલ સામે ટક્કર જોવા મળી હતી. વર્ષ 2016 કરતાં વધુ મતદાનની શક્યતા હતી. ચૂંટણીમાં સહકાર પેનલના 20 ઉમેદવારોમાંથી 13 ઉમેદવારો મેદાનમાં હતા. અન્ય 4 ઉમેદવારોએ ટેકો જાહેર કર્યો હતો. જ્યારે વિકાસ પેનલમાં 14 ઉમેદવારોમાંથી 1 ઉમેદવારે ટેકો જાહેર કર્યો હતો. વર્ષ 2016-17માં યોજાયેલી ચૂંટણીમાં અંદાજે 3 હજાર ઉમેદવારોએ જ મતદાન કર્યુ હતું. આ વર્ષે કુલ 87 હજાર મતદારોમાંથી વધારેમાં વધારે મતદાતાઓ મતદાન કરે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?