મહારાષ્ટ્રમાં શિંદે સરકાર રહેેશે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ સંભળાવશે નિર્ણય! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-11 10:25:29

સુપ્રીમ કોર્ટમાં આજે મહારાષ્ટ્રમાં એકનાથ સિંદેની સરકાર રહેશે કે નહીં તેનો નિર્ણય થવાનો છે. મહારાષ્ટ્રમાં રાજનીતિક સંકટ પર સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવાની છે. 2022ની મહારાષ્ટ્રની રાજકીય કટોકટી અંગે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથો વતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જો સમગ્ર મામલાની વાત કરીએ તો ગયા વર્ષે શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો પોકાર્યો હતો. બગાવત કરીને ભાજપનું સમર્થન લઈ સરકાર બનાવી દીધી હતી. રાજ્યપાલે તેમની સરકારને માન્યતા આપીને શપથ લેવડાવ્યા પણ હતા.


આ છે આ સમગ્ર મામલાની ટાઈમલાઈન!

સમગ્ર મામલાના ટાઈમલાઈનની વાત કરીએ તો 20 જૂન 2022માં શિવસેનાના 15 ધારાસભ્યો 10 નિર્દળિય વિધાયકોની સાથે પહેલા સુરત ગયા અને પછી ગુવાહટી માટે નીકળી ગયા હતા. 23 જૂન 2022એ એકનાથ સિંદેએ દાવો કર્યો કે તેમની પાસે શિવસેનાના 35 ધારાસભ્યોનું સર્મથન છે અને આ અંગે લેટર બહાર પાડ્યો હતો. 25 જૂન 2022એ ડે. સ્પીકરે 16 બાગી ધારાસભ્યને નોટિસ મોકલી. જેમાં ધારાસભ્યની સદસ્યતા રદ્દ કરવાની નોટિસ મોકલી હતી.જે બાદ બાગી ધારાસભ્ય સુપ્રીમ કોર્ટ પહોચ્યા હતા. 26 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે શિવસેના, કેન્દ્ર, મહારાષ્ટ્ર પોલીસ અને ડે. સ્પીકરને નોટિસ મોકલી હતી. બાગી ધારાસભ્યને રાહત મળી હતી. 


સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો! 

જે બાદ 28 જૂન 2022એ રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા માટે કહ્યું. 29 જૂનએ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવાની ના પાડી દીધી. જે બાદ મુખ્યમંત્રી પદ ઉપરથી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામુ આપી દીધું હતું. જે બાદ 30 જૂનના રોજ એકનાથ સિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. 3 જૂલાઈના રોજ નવા સ્પીકરે શિંદે ગ્રુપને સદનમાં માન્યતા આપી. બીજા દિવસે શિંદે જૂથએ વિશ્વાસ મત હાસલ કરી લીધો હતો. 3 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટે સુનાવણી 10 દિવસ સુધી ટાળી દીધી હતી અને તે સમય દરમિયાન એકનાથ શિંદેએ સરકાર બનાવી લીધી. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલા અંગે ત્યાં સુધી સુનાવણી નહીં થાય જ્યાં સુધી ચૂંટણી પંચ પોતાનો નિર્ણય નહીં આપે.


આ કેસની સુનાવણી કરાઈ રહી છે પાંચ જજો દ્વારા! 

8 ઓગષ્ટ, 12 ઓગષ્ટ તેમજ 22 ઓગષ્ટના રોજ સુનાવણી ટાળવામાં આવી હતી. 23 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે આ કેસ સંવિધાન પીઠને ટ્રાન્સફર કર્યો હતો. માર્ચ 2023ના રોજ સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે આ મામલે સુનવણી હાથ ધરી હતી અને પોતાના નિર્ણયને સુરક્ષિત રાખી દીધો હતો. જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેને બંધારણીય બેંચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. બેંચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.


આ નિર્ણયથી ગરમાઈ શકે છે મહારાષ્ટ્રનું રાજકારણ!

ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા 16 ધારાસભ્યોની સદસ્યતાની માન્યતાને પડકરારવામાં આવી હતી. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો છે. આ નિર્ણયને કારણે મહારાષ્ટ્રના રાજકારણ પર તેની અસર પડશે. જો પાંચ જજોની બેન્ચ રાજ્યપાલના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરે છે, તો એકનાથ શિંદેની સરકારની કાયદેસરતા પર પણ પોતાનો ચુકાદો આપવો પડશે. આ નિર્ણય સાથે ઉદ્ધવ ઠાકરે તેમજ એકનાથ સિંદેના રાજનૈતિક ભવિષ્ય પર પણ અસર પડી શકે છે.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?