કલમ 370ને લઈ Modi સરકારે લીધેલા નિર્ણયને Supreme Courtએ માન્ય રાખ્યો, કહ્યું કલમ 370 હટાવવાનો નિર્ણય યથાવત રહેશે..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-11 13:55:58

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને નાબુદ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અનેક અરજીઓદેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીને લઈ સુપ્રીમ કોર્ટે આજે ચૂકાદો આપ્યો છે. કલમ 370 કાયમી હોવી જોઈએ કે નહીં, તેને હટાવવાની પ્રક્રિયા યોગ્ય છે કે ખોટી અને રાજ્યને બે ભાગમાં વહેંચવું યોગ્ય છે કે ખોટું, આ મુખ્ય પ્રશ્નો છે જેના પર ચુકાદો કોર્ટે આપ્યો છે. આ સુનવણી દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે. 11 વાગે સુનાવણી શરૂ કરવામાં આવી છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા એવી ટિપ્પણી કરવામાં આવી છે કે કલમ 370 હટાવવાનો કેન્દ્રનો નિર્ણય યોગ્ય છે. સીજેઆઈએ કહ્યું કે સરકારના દરેક નિર્ણયને પકડારી ન શકાય. કલમ 370ને હટાવવાનો નિર્ણય યથાવત રહેશે. 

 

2024માં જમ્મુ-કાશ્મીરમાં યોજાશે ચૂંટણી

2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરી દીધી હતી. આ નિર્ણયને પડકારતી અનેક અરજી સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી. ત્યારે આ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બરમાં 16 દિવસો સુધી મેરેથોન બેઠકો યોજાઈ હતી. તમામ દલીલોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ અંગેના નિર્ણયને સુરક્ષિત રાખી દીધો હતો અને આજે આ અંગેનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસની સુનાવણી સીજેઆઈની અધ્યક્ષતામાં રહેલી બેન્ચે કરી રહી છે. સીજેઆઈ સિવાય આ બેન્ચમાં જસ્ટિસ કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંત પણ સામેલ હતા. જમ્મુ-કાશ્મીરમાં થનારી ચૂંટણીને લઈને પણ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ શકે છે.


કલમ 370ને લઈ પીએમ મોદીએ કર્યો ટ્વિટ

આ નિર્ણય બાદ પીએમ મોદીએ આ અંગે ટ્વિટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર ટ્વિટ કરતા પીએમ મોદીએ લખ્યું કે આર્ટીકલ 370ની નાબૂદી પર આજનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે અને 5 ઓગસ્ટ 2019ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સંવૈધાનિક રૂપે સ્થાયી રાખે છે. આ જમ્મુ કાશ્મીર અને લદાખમાં આપણી બહેનો અને ભાઈઓ માટે આશા, પ્રગતિ અને એકતાની શાનદાર જાહેરાત છે. કોર્ટે પોતાના ઊંડા જ્ઞાનથી એકતાના મૂળ સારને મજબૂત કરો છે, જેને આપણે ભારતીય હોવાને નાતે બાકી બધાથી ઉપર પ્રિય માણીએ છીએ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?