ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કડક વલણ અપનાવ્યું છે. ફરી એક વખત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ચીફ જસ્ટિટ ઓફ ઈન્ડિયાએ ઝાટકણી કાઢી છે. ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટમાં આજે ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ચૂંટણી બોન્ડને લઈ તમામ માહિતી આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો કે ચૂંટણી બોન્ડની તમામ માહિતી આપવામાં આવે અને તે માહિતીમાં બોન્ડ નંબર પણ આપવાનો રહેશે. સાથે સાથે એફિડેવિટ પણ આપવાની રહેશે. તે ઉપરાંત ચૂંટણી પંચને પણ આદેશ કર્યો છે કે જે માહિતી આપવામાં આવે તેને વેબસાઈટ પર મૂકવી.
ચૂંટણી બોન્ડ અંગે તો માહિતી આપવામાં આવી પરંતુ...
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડને લઈ ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એસબીઆઈએ ચૂંટણી બોન્ડને લઈ માહિતી આપી હતી. તે માહિતીમાં ચૂંટણી બોન્ડ કોણે ખરીદ્યા, કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું તે હતી પરંતુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં બોન્ડ નંબર જાહેર કરવામાં આવ્યો ન હતો. આ મામલે એસબીઆઈની ઝાટકણી દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા અનેક વખત કાઢવામાં આવી હતી. આજે પણ ફરી એક વખત આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
21 માર્ચ સુધી એસબીઆઈને આપવી પડશે સંપૂર્ણ માહિતી
ચૂંટણી બોન્ડ અંગેની તમામ માહિતી શેર કરવા માટે સુપ્રીમ કોર્ટે 21 માર્ચ સાંજ સુધીનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલી દરેક જાણકારી 21 માર્ચ સુધી આપે. નવા આદેશમાં એ યુનિક બોન્ડનંબર્સના ખુલાસાનો પણ આદેશ આપ્યો, જેના દ્વારા બોન્ડ ખરીદનાર અને ફંડ મેળવનાર રાજનૈતિક પાર્ટીની લિંક જાણી શકાય છે. એસબીઆઈને આની માહિતી તો આપવી પડશે પરંતુ તેની સાથે સાથે એફિડેવિટ પણ કરવી પડશે જેમાં એસબીઆઈએ સ્વીકારવું પડશે કે કોઈ માહિતી છુપાવી નથી. ત્યારે જોવું રહ્યું કે 21 માર્ચે ચૂંટણી બોન્ડને લઈ શું નવા અપડેટ સામે આવે છે.