દેશમાં અનેક લોકો આત્મહત્યા કરી પોતાના જીવનને ટૂંકાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા જેવું ભયંકર પગલું ભરી રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજસ્થાનના કોટા શહેરમાં આવેલું કોચિંગ સેન્ટરથી આવા સમાચાર અવાર-નવાર આવી રહ્યા છે. વધતા આત્મહત્યાના કિસ્સાઓને ધ્યાનમાં રાખી એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એવું સામે આવ્યું કે માતા પિતા દ્વારા રાખવામાં આવતી અપેક્ષાઓને કારણે બાળકો ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે અને આવું પગલું ભરે છે.! વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાની ઘટનાઓ પાછળ તેમના માતા પિતા જવાબદાર છે, કોચિંગ સેન્ટર નહીં તેવું નિવેદન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે.
બાળકોની તુલના થવાથી બાળકો નિરાશ થઈ જાય છે!
બાળક પાસેથી માતા પિતા આશા રાખે તે સ્વભાવિક છે પરંતુ વધારે પડતી આશા છોકરાઓને ડિપ્રેશન તરફ લઈ જતી હોય છે. અનેક વખત માતા પિતા દ્વારા કરવામાં આવતી તુલનાને કારણે બાળકોમાં નિરાશા છવાઈ જતી હોય છે અને તે આત્મહત્યા જેવું પગલું ભરી લેતા હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ માતા-પિતા જવાબદાર - સુપ્રીમ કોર્ટ
જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોટામાં દિવસેને દિવસે બાળકો આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે માત્ર તેના માતા-પિતા જવાબદાર છે. સાથે જ કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લગાવવાની વાતને નકારી કાઢી હતી. રાજસ્થાનમાં આવેલા કોટા ઈન્સ્ટીટ્યુટથી અવાર-નવાર આપઘાતના સમાચારો આવતા રહે છે. ત્યારે કોટા ઈન્સ્ટીટ્યુટમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એ વાતની પુષ્ટિ થઈ કે ત્યાંના વિદ્યાર્થીઓ ગંભીર ડિપ્રેશનનો શિકાર છે અને માનસિક આરોગ્યની સમસ્યાઓથી પીડિત છે.
બાળકો પાસેથી માતા પિતા ક્ષમતા કરતા વધારે આશા રાખે છે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકો તેમના માતા-પિતાની વધુ પડતી આશાના કારણે મોતને ભેટે છે. માતાપિતા તેમના બાળકો પાસેથી તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખે છે. જેના કારણે બાળકો દબાણમાં આવીને આ પગલું ભરી લેતા હોય છે. મહત્વનું છે કે અનેક માતા પિતા એવા હોય છે જે પોતાના બાળકની તુલના બીજા બાળકો સાથે કરતા હોય છે. તુલના થવાને કારણે બાળકોમાં સારૂં પર્ફોમન્સ આપવા માટે એક પ્રકારનું પ્રેશર સર્જાતું હોય છે. અનેક વિદ્યાર્થીઓ, બાળકો એવા હોય છે જે આ પ્રેશરને સહન નથી કરી શકતા અને આવું પગલું ભરી લેતા હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે બાળકોની આત્મહત્યા પાછળ માત્ર માતા પિતા જવાબદાર છે, કોચિંગ ઈન્સ્ટીટ્યુટ નહીં. ત્યારે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી પર તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો .