સુપ્રીમ કોર્ટે આજે ઈવીએમ મશીનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટેની જસ્ટિસ સંજય કિશન કૌલની બંધારણીય પીઠે અરજી કરનાર મધ્યપ્રદેશ જન વિકાસ પાર્ટીને 50 હજાર રૂપિયાનો દંડ ભરવા માટે આદેશ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ વિકાસ પાર્ટીને લતાડતા કહ્યું હતું કે અનેક રાજકીય પાર્ટીઓ જ્યારે લોકોના મત મેળવવામાં નિષ્ફળ થાયે છે ત્યારે તેઓ પોતાની હારનો ટોપલો ઈવીએમ મશીન પર ઢોળી દેય છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, એવું લાગે છે જે પાર્ટીને મતદારોનું સમર્થન નથી મળતું તેવી પાર્ટીઓ આવી અરજીઓ કરે છે.
અગાઉ પણ અનેક પાર્ટીઓએ ઈવીએમની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવતી અરજીઓ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં થઈ છે. જે મામલે તથ્યોના આધારે સુપ્રીમ કોર્ટે ચુકાદાઓ આપ્યા છે.