સુપ્રીમ કોર્ટે તોડ કેસમાં સંકળાયેલા પત્રકારોનો ઉધડો લીધો, આપ્યો સૌથી મોટો ચુકાદો, જાણો શું હતો કેસ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-21 16:59:45

આપણો દેશ લોકશાહીના ચાર સ્તંભ પર ઉભો છે. જેમાંથી મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે. લોકો સુધી સાચા અને સચોટ સમાચાર પહોંચાડવાની જવાબદારી મીડિયાકર્મીઓની હોય છે. પરંતુ જ્યારે મીડિયા કર્મી ખંડણી કરવા લાગે ત્યારે? આ વાત મધ્યપ્રદેશથી સામે આવેલી ઘટનાને લઈ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્રકાર હોવું એ કાયદો પોતાના હાથમાં લેવાનું લાયસન્સ નથી... 


પત્રકારે આરોપી પાસેથી ખંડણીની માગણી કરી!

આ સમગ્ર ઘટનાને તેમજ કેસ વિસ્તારથી સમજીએ.એક ન્યૂઝ પોર્ટલમાં લખવામાં આવ્યું છે કે 25 જુલાઈ 2021માં દૈનિક ભાસ્કરે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના કેસનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે એક દંપતીએ નવજાત બાળકને વેચવાનો પ્લાન બનાવ્યો હતો, ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે કહ્યું કે અમે ખંડવાના પત્રકારોની પણ તપાસ કરી રહ્યા છીએ, થયું એવું હતું કે સ્થાનિક પત્રકારોએ આરોપી પાસે બ્લેકમેલ કરીને ખંડણી માગી અને ધમકી આપી કે જો ખંડણી નહીં અપાય તો તો તે બાળ તસ્કરીમાં સામેલ હોવાનો આક્ષેપ કરતો ન્યૂઝ રીપોર્ટ બહાર પાડી દેશે. પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ કહ્યું કે પત્રકારોએ 20 લાખ રૂપિયા આપવા દબાણ કર્યું હતું. પછી પોલીસે પત્રકાર પર કેસ કર્યો. દૈનિક ભાસ્કરને આ વાતની ખબર પડી તો તેણે પઠાણને દૈનિક ભાસ્કરમાંથી હાંકી કાઢ્યો. 


બાળતસ્કરીના સમાચારને દબાવવા માટે પત્રકારે અને સંવાદદાતાએ લાંચ લીધી

મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ કેસમાં આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. તો આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો જેમાં ન્યાયાધીશ એ એસ બોપન્ના અને એમ એમ સુંદરેશની ખંડપીઠે સુનાવણી કરી, દૈનિક ભાસ્કરના સંવાદદાતાએ અને સ્થાનિક પત્રકારોએ બાળતસ્કરી સમાચારને દબાવવા માટે લાંચ લીધી તેમાં તેમને ધરપકડની સજા ફટકારવામાં આવી હતી, સુપ્રીમ કોર્ટે આ સજા પર વચગાળાનું રક્ષણ હટાવી દેવા કહ્યું હતું. 


હાઈકોર્ટે પત્રકારની ઝાટકણી કાઢી!

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપીઓ બીજા પોલીસ કેસમાં પણ જોડાયેલા છે, વચગાળાનું રક્ષણ ચાલુ રાખવાનું કોઈ કારણ ન હોવું જોઈએ., અમારે આરોપોની પ્રકૃતિમાં જવાની જરૂર નથી કારણ કે તે લોકો ઓલરેડી બીજા કેસમાં સંડોવાયેલા છે. આવું કહેતા ન્યાયાધીશ બોપન્નાએ કહ્યું હતું કે પત્રકાર હોવાનો મતલબ એ નથી કે તમને કાયદો તમારા હાથમાં લેવાનું લાયસન્સ છે. કાયદો કાયદાનું કામ કરશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?