મથુરામાં શ્રી કૃષ્ણજન્મભૂમિ વિવાદ મામલે મુસ્લિમ પક્ષને સુપ્રિમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્લાહબાદ હાઈકોર્ટના 14 ડિસેમ્બરના રોજ આપવામાં આવેલા ફેંસવા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે અલ્લાહબાદ હાઈકોર્ટે તેના ચુકાદામાં કૃષ્ણજન્મભૂમિ-શાહી ઈદગાહ પરિસરમાં સર્વેને મંજુરી આપી હતી. હાઈકોર્ટના આ ફેંસલા વિરૂધ્ધ શાહી ઈદગાહ અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
#WATCH दिल्ली: सुप्रीम कोर्ट में इलाहाबाद हाई कोर्ट के आदेश पर रोक लगाने से इनकार करने पर वकील विष्णु शंकर जैन ने कहा, "शाही ईदगाह मामले में कल जो इलाहाबाद हाई कोर्ट ने आदेश पारित किया था उस आदेश को आज वर्चुअली शाही ईदगाह मस्जिद ने और सुन्नी सेंट्रल वक्फ बोर्ड ने सुप्रीम कोर्ट… pic.twitter.com/vimCsAjG5p
— ANI_HindiNews (@AHindinews) December 15, 2023
9 જાન્યુઆરીએ થશે સુનાવણી
#WATCH दिल्ली: सुप्रीम कोर्ट में इलाहाबाद हाई कोर्ट के आदेश पर रोक लगाने से इनकार करने पर वकील विष्णु शंकर जैन ने कहा, "शाही ईदगाह मामले में कल जो इलाहाबाद हाई कोर्ट ने आदेश पारित किया था उस आदेश को आज वर्चुअली शाही ईदगाह मस्जिद ने और सुन्नी सेंट्रल वक्फ बोर्ड ने सुप्रीम कोर्ट… pic.twitter.com/vimCsAjG5p
— ANI_HindiNews (@AHindinews) December 15, 2023હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કોર્ટના ચુકાદા અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે શાહી ઈદગાહ મામલે અલ્લાહબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો, તે આદેશને શાહી ઈદગાહ મસ્જીદ અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. તેમણે માગ કરી હતી કે અલ્લાહબાદ હાઈકોર્ટના ઓર્ડર પર સ્ટે આપવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે તે અંગે કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે વધુ સુનાવણી કરવા આગામી 9 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.