નવા સંસદ ભવનના ઉદ્ધાટન મામલે નથી બોલવા માગતી સુપ્રીમ કોર્ટ! રાષ્ટ્રપતિ સંસદ ભવનનું ઉદ્ધાટન કરે તેવી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, અરજકર્તાને કહી આ વાત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-26 14:32:03

નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. એડવોકેટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવવું જોઈએ. અરજકર્તાનું કહેવું હતું કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે, તેમના હસ્તે ઉદ્ધાટન ન કરાવવું એ બંધારણનું ઉલ્લંઘન કહેવાય. આ અરજીની જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી. સુનાવણીની શરૂઆતમાં જ કોર્ટે કહ્યું કે મને સમજાતું નથી કે તમે લોકો આવી અરજી કેમ લાવો છો? આમાં તમને શું રસ છે? આ બાદ અરજદાર એડવોકેટ દ્વારા અરજી પાછી ખેચવામાં આવી હતી.

   


કોર્ટે અરજદારની અરજીને ફગાવી!

સુપ્રીમ કોર્ટમાં જે અરજદારે અરજી દાખલ કરી હતી તે સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને છે. અરજદારનું કહેવું હતું કે ભારત સરકારે ઉદ્ધાટન સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. બંધારણનું સન્માન કરવામાં આવી રહ્યું નથી. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજીને ફગાવામાં આવી છે જેને લઈ સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ મોદીના હસ્તે થશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મામલામાં હસ્તક્ષેપ કરવા નથી માગતી. અરજકર્તા ઈચ્છે તો તે હાઈકોર્ટ જઈ શકે છે. હાઈકોર્ટ ન જવાને બદલે અરજકર્તાએ અરજી પાછી ખેંચી લીધી છે.  

નેતાઓએ આપ્યું છે નિવેદન! 

મહત્વનું છે 20 જેટલી રાજકીય પાર્ટી આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની છે. જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આરજેડી, ઉદ્ધવ ઠાકરે જૂથ વાળી શિવસેના સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે. જ્યારે 25 જેટલી પાર્ટીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનિય છે કે આ મામલે અનેક નેતાઓના નિવેદનો સામે આવ્યા છે જેમાં અરવિંદ કેજરીવાલ, સંજય રાઉત જેવા નેતાઓનો સમાવેશ થાય છે.    



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..