મોદી સરકારે 8 નવેમ્બર 2016માં એકાએક 500 તેમજ 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરી દીધી હતી. આ નિર્ણયને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. બેંકો બહાર લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે આ નોટબંધી યોગ્ય છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસની સૂનાવણી આજે કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.
નોટબંધીમાં નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું
નોટબંધીના નિર્ણયને કારણે મોદી સરકારનો વિરોધ થયો હતો. 500 અને 1000ની ચલણી નોટો એકાએક બંધ થઈ જતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. બેંકો બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે સરકારે કયા આધારે નોટબંધી તે અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી આજે કરવામાં આવવાની છે. આ અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધી માટે જરૂરી પ્રકિયાનું પાલન કરવામાં નથી આવ્યું.
સુપ્રીમ કોર્ટે આ કેસનો નિર્ણય 7 ડિસેમ્બરથી સુરક્ષિત રાખ્યો હતો
સરકારના નિર્ણયને કારણે દેશમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. 7 ડિસેમ્બરની રાત્રે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે આવતી કાલથી એટલે કે 500 અને 1000ની ચલણી નોટ બંધ કરી દેવામાં આવશે. આ અંગની સુનાવણી સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરના રોજ સાંભળી હતી અને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરબીઆઈ પાસેથી સરકારના આ નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ આપવાનો નિર્દેશ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ આ કેસનો ચૂકાદો આપી શકે છે.