સુપ્રીમ કોર્ટે કહ્યું બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર જવાબ રજૂ કરે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 12:02:39

બિલકિસ બાનો કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટે 3 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને પણ પોતાનો પક્ષ રાખવા માટે મોકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસેથી સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે.  


કેમ બિલકિસનો કેસ પાછો ઉછળ્યો?

સીપીએમના નેતા સુભાષિની અલી, સામાજિક કાર્યકર રુપરેખા વર્મા અને ટીએમસીના નેતા મહુવા મોઈત્રાએ ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. દેશના મુખ્ય ન્યાયમૂર્તિની પીઠે સમગ્ર મામલે નોટિસ બહાર પાડી હતી અને ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. 


શું હતો બિલકિસ બાનોનો કેસ?

બિલકિસ બાનો મામલામાં 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે 11 દોષિતોને માફી નીતિ હેઠળ જેલ મુક્ત કર્યા હતા. ગુજરાતના કલંક 2002ના ગોધરા કાંડ બાદ 2002માં સાંપ્રદાયિક દંગા ભડક્યા હતા. જેમાં 21 વર્ષના ગર્ભવતી બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. બળાત્કારીઓએ 14 વર્ષની સજા પૂરી કરીને ગુજરાત સરકારે આઝાદી દિવસના રોજ આઝાદ કરી દીધા હતા. દંગાઓમાં બિલકિસના પરિવારના સાત લોકોને મારી નાખવામાં આવ્યા હતા જેમાં તેમની ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. 


સુપ્રીમ કોર્ટે અગાઉ સમગ્ર કેસ મામલે શું નિર્ણય લીધો હતો?

ટૂંક સમય પહેલા સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને જેલ મુક્ત કરવા કે નહીં તેનો નિર્ણય ગુજરાત સરકાર પર રાખ્યો હતો. ગુજરાત સરકારે 1992ના નિયમો મુજબ તમામ દોષિતોને જેલ મુક્ત કરી દીધા હતા. તમામ આરોપીને 1992ના નિયમો મુજબ સજા થઈ હતી તેમના પર 2014ના નવા નિયમો લાગુ કરવામાં નહોતી આવી.


ગુજરાત સરકારે દોષિતોને આઝાદી દિવસે આઝાદ કરવાના નિર્ણય બાદ દોષિતોનું ઘરે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે અમુક રાજકીય પક્ષોને છોડીને કોઈ પણ પક્ષે ઉંહ પણ નહોતી કરી. એક મહિલા પર થયેલા બળાત્કાર મામલે જાતિના આધારને જોતા તમામ લોકો ચૂપ છે તે ગંભીર વિષય છે. બળાત્કાર બળાત્કાર હોય છે ચાહે તે કોઈ પણ જાતિના વ્યક્તિ પર થયો હોય, બળાત્કારી બળાત્કારી હોય છે તેનો કોઈ જાતિ-ધર્મ નથી હોતો. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?