દેહ વ્યાપારમાં સમગ્ર દેશમાં બદનામ વાડિયા ગામમાં સૂરજ ઉગ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-26 17:33:00

જ્યાં ભાઈ અને પિતા જ બનાવે છે દિકરીને વેશ્યા

આમ તો ગુજરાત આર્થિક વિકસિત, સંસ્કારી અને સમૃદ્ધ ગણાય છે. સ્ત્રીઓને સન્માન અને એમના માટે શહીદ થનારના કિસ્સા પણ ઘણા છે પરંતુ ગુજરાતમાં એક ગામ એવું પણ છે કે ત્યાં દેહ વ્યાપાર એક પરંપરા બની ગઈ છે. જ્યાં છોકરીઓના પરિવારજનો જ એમાં પિતા અને ભાઈ પણ પોતાના ઘરની સ્ત્રીઓને દેહ વ્યાપારમાં ધકેલે છે અને પોતે દલાલ બને છે.બનાસકાંઠા જીલ્લામાં આવેલા આ ગામનું નામ વાડિયા છે. પાલનપુર અને થરાદ હાઈવે પર આવેલ આ વાડિયા ગામમાં છોકરી જુવાન થાય એટલે તેના પરિવારજનોએ તેને દેહ વ્યાપારના વ્યવસાયમાં ધકેલી દઈ તેની પાસે શરીરની નુમાઈશ કરાવાય છે. આ ગામના લોકો માટે આ એક પરંપરા બની ગઈ છે. ૧૨ વર્ષની યુવતીઓને પણ આ વ્યવસાયમાં નાખી દેવામાં આવે છે.

 
ગામની હાલની પરિસ્થિતિ શું છે ?

દેહવ્યાપારમાં સમગ્ર દેશમાં બદનામ થયેલ બનાસકાંઠાના વાડિયા ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વાર ગામની દીકરીએ ધોરણ 12 પાસ કર્યું તો અન્ય પાંચ દીકરીઓએ ધોરણ 10 પાસ કરતા સોનાનો સુરજ ઉગ્યો છે હવે દેહવ્યાપર તરફથી મોહ છોડીને શિક્ષણ તરફ જઈ રહી છે અનેક દીકરીઓ..જ્યારે પણ દેહવ્યાપારની વાત નીકળે ત્યારે બનાસકાંઠાના થરાદનું વાડિયા ગામ ચર્ચામાં આવે છે.અહીં હાલ પણ દેહ વ્યાપાર થઇ રહ્યો છે સરકારે અને સામાજિક સંસ્થાઓના આ કૃત્ય બંધ કરાવવાના પ્રયત્નો નિષ્ફ્ળ રહ્યા છે. આ ગામમાં સુધારો લાવવા સરકાર એ અનેક પ્રયત્ન કર્યા હતાં. વર્ષો પહેલા રાજય સરકારનાં મંત્રી અશોક ભટ્ટએ આ ગામને દત્તક લઇ ગામની મહિલાઓને બહેન બનાવી ગામમાં પાણીનો બોર બનાવી આપી ખેતી તરફ વળવા પ્રયત્ન કર્યો હતો પણ સરકારનાં પ્રયત્નો સફ્‌ળ ન થયા.અહીં છોકરીઓને તેમનો પરિવાર જ દેહવ્યાપાર કરવા ધકેલે છે અને હવે તો આ વારસાગત બની ગયું છે, પણ હવે અહીં યુવતીઓ અભ્યાસના માર્ગે પણ વળી છે. આઝાદીના આટલા વર્ષો બાદ વાડિયાની દીકરીઓની પહેલી પેઢીએ 12મું ધોરણ પાસ કર્યું છે.



 

અમે પણ ગયા હતા વાડિયા ગામ

 અમે જયારે ઉત્તર ગુજરાતની ચૂંટણી યાત્રા પર નીકળ્યા હતા ત્યારે અમે પણ વિચાર્યું કે બનાસકાંઠાના વાડિયા ગામની હાલ શું પરિસ્થિતિ છે તે જાણીએ, અમે ગામમાં જવા શારદા બેન જે એનજીઓ ચલાવે છે તેમની મદદ લીધી હતી અને ગામમાં પ્રવેશ કર્યો હતો ગામમાં જતા જ એક નાનો રસ્તો હતો જ્યાંથી થોડીક થોડીક વારે ગાડીઓ નીકળતી હતી અમે ગામમાં જવાનો પ્રયાસ કર્યો પણ અમને અટકાવી દેવામાં આવ્યા કારણ કે એમને ખબર પડી ગઈ હતી કે આ મીડિયા વાળા છે અમે ગામના થોડા વિડિઓ લીધા અને ગામના થોડાક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ દેહવ્યાપારનો ગોરખ ધંધો હાલ પણ ચાલુ છે શારદાબેને અમને જણાવ્યું કે મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા મળતા આ ધંધો વધુ વેગ પકડી રહ્યો છે


 
વાડીયામાં શિક્ષણ લાવવા શારદાબેન 25 વર્ષથી પ્રયાસ કરી રહ્યા છે

 શારદાબેન થરાદમાં એનજીઓ ચલાવે છે અને તેઓ આવા બાળકો માટે દેવદૂત સમાન છે તેઓ તેમના ઘરે જ આવી દીકરીઓને રાખે છે અને ભણાવે છે. આ એ જ શારદાબેન છે, જેમણે વાડિયામાં ચાલી આવતી દેહવ્યાપારની પરંપરાગત બદીમાંથી સ્ત્રીઓને ઉગારવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે અને સોનું-ચાંદી ન પહેરવાની નેમ લીધી છે.વાડિયામાં દેહવ્યાપારની કાળી રાતો વચ્ચે હવે સુખની સવાર પડી છે.જેનો સૌથી મોટો શ્રેય શારદાબેનને જાય છે.વાડિયામાં આમ તો સ્ત્રીઓની પરિસ્થિતિ બહુ ખરાબ છે, પણ શારદાબેન અને એમની દીકરીએ છોકરીઓને દલાલોના હાથમાંથી છોડાવી સારૂ અને સ્વતંત્ર જીવન જીવવા માટે સહારો આપ્યો છે. વાડિયા ગામમાં જવું હોય તો આજે પણ પોલીસ નહિ શારદાબેનની મદદ લેવી પડે છે. વડિયાના દરેક નાના મોટા કામોમાં શારદાબેનનું નામ પહેલા હોય છે.

 

 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?