ખરાબ રસ્તાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. દેશમાં અકસ્માતોની સંખ્યમાં ધરખમ વધારો થયો છે. ત્યારે મહારાષ્ટ્રમાં યવતમાલ અને અમરાવતી વચ્ચેથી પસાર થતા 34 સ્કુલોના વિદ્યાર્થીઓએ નીતિન ગડકરીને ભાવુક થઈ પત્ર લખી રસ્તાને સુધારવાની માગ કરી છે. પત્રમાં વિદ્યાર્થીઓએ લખ્યું છે કે જ્યારે અમે આ રસ્તેથી પસાર થઈ છે ત્યારે અમે યમરાજના દરવાજા તરફ જઈ રહ્યા હોઈએ તેવું લાગે છે. હંમેશા એવો ડર લાગે છે કે, હવે પછીના અકસ્માતમાં અમારો નંબર હશે.
નીતિન ગડકરીને વિદ્યાર્થીઓએ કરી ભાવૂક અપીલ
દેશના રસ્તાઓની હાલત અત્યંત દયનિય થઈ રહી છે. રસ્તાઓ પર દરરોજ ખાડામાં વધારો થતો હોય તેવું લાગે છે. ગામડાઓના રસ્તાઓની હાલતતો અત્યંત નાજૂક થઈ ગઈ છે. પરંતુ ત્રણ રાજ્યોને જોડતો યવતમાલ-અમરાવતી હાઈવે પણ ખાડાઓથી ઘેરાઈ ગયો છે. આ રસ્તા પર અનેક દુર્ઘટના સર્જાતી રહે છે. ખાડાઓને જલ્દી ભરવા માટે નીતિન ગડકરીને વિદ્યાર્થીઓએ પત્ર લખ્યો છે. વિદ્યાર્થીઓએ આ રસ્તાને યમરાજનો દ્વાર ગણાવ્યો છે. આ રસ્તો જલ્દીથી સુધારવામાં આવે તેવી તેમની પ્રાર્થના છે.
રોડની દશા સુધારવા કરાઈ માગ
પ્રતિદિન વધતા અકસ્માતને કારણે અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. વધતા ખાડાને કારણે લોકોને અનેક તકલીફો વેઠવાનો વારો આવે છે. ત્યારે સરકાર જલ્દી રોડની દશા સુધારે તેવી માગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.