દેશના અનેક રાજ્યોથી એક સરખા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રસ્તાઓ બ્લોક કરી દેવાયા છે, ચક્કાજામ કરવામાં આવ્યો છે અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં ડમ્પર ચાલકો, ટ્રક ડ્રાઈવરો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા કાયદાને લઈ વિરોધ કરી રહ્યા છે. હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડ્રાઈવરોની માગ છે કે આ કાયદાને તરત પાછો લઈ લેવામાં આવે. રસ્તા પર ટ્રકો લગાવી ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. હડતાળને કારણે અનેક પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. લોકોને લાગી રહ્યું છે કે આ હડતાળને કારણે પેટ્રોલ ખલાસ થઈ જશે જેને કારણે લોકો વાહનો લઈ પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે.
રસ્તા પર જોવા મળી રહી છે ટ્રકોની લાંબી લાઈન
ટ્રક ડ્રાઈવરો હિટ એન્ડ રનના કાયદાનો વિરોધ કરી રહ્યા છે, ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા છે. રસ્તા પર ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે અને વિરોધમાં નારાઓ લગાવવામાં આવી રહ્યા છે. આવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ન માત્ર ગુજરાતમાંથી પરંતુ દેશના અનેક રાજ્યોમાંથી આવા વીડિયો સામે આવ્યા છે. વિરોધ કરી રહેલા ડ્રાઈવરોનું કહેવું છે કે આ કાયદો ખોટો છે, અને આને તરત પાછો લઈ લેવો જોઈએ. આ માગ સાથે ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. રાષ્ટ્રવ્યાપી હડતાળ કરી લીધી હોય તેવું લાગે છે. દિલ્હી, હરિયાણા, યુપી અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાંથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રકોની લાંબી લાઈન જોવા મળી રહી છે.
પેટ્રોલ પંપ પર જોવા મળી લોકોની ભીડ!
હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરો પોતાની ટ્રકને સાઈડ રાખી વિરોધ કરી રહ્યા છે. રસ્તા પર ટ્રકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ટ્રકના માધ્યમથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ તેમજ ડીઝલ મુખ્યત્વે રીતે પહોંચાડવામાં આવે છે. આ હડતાળ ક્યારે સમેટાશે તેની જાણ નથી જેને કારણે લોકોને લાગી રહ્યું છે કે પેટ્રોલ ખતમ થઈ જશે. પેટ્રોલની અછત સર્જાશે જેને કારણે લોકોની લાંબી લાઈન પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે.