ગ્રાહક દુકાનદાર માટે ભગવાન માનવામાં આવે છે. પોતાની પ્રોડક્ટ બેસ્ટ, સારી ગુણવત્તાવાળી છે તેવું સાબિત કરવા દુકાનદારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે. અનેક દુકાનદરો અલગ અલગ રીતના પોતાની વસ્તુઓ વેચવાનો પ્રયાસ કરતા હોય છે. અને એમાં જો ઘરમાં ઉપયોગી થતાં વસ્તુઓની વાત હોય તો તો વાત જ શું પૂછવી. ગામડા અને નાના શહેરોમાં અનેક ફેરીયાઓ એવા હોય છે જે ટેસ્ટિંગ કરીને વસ્તુ ટકાઉ છે કે નહીં તે બતાવતા હોય છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ખુરશી પર ફર્યું પીકવાનનું ટાયર!
સોશિયલ મીડિયા એક વીડિયો ખૂબ જોવાઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે જે પ્લાસ્ટિકની ખુરશી વેચી રહ્યો છે. ખુરશી મજબુત છે કે નહીં તે ગ્રાહકોને ચેક કરાવી રહ્યો છે. પરંતુ જે રીતથી તે ખુરશીની મજબુતાઈ લોકોને બતાવી રહ્યો છે તે રસપ્રદ છે. મજબુતી દર્શાવવા જે રસ્તો અપનાવામાં આવ્યો છે તે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ લાલ રંગની ખુરશીને પીક-વાન નીચે રાખે છે. ખુરશી પર પીકઅપ વાનનું ટાયર ફરતું પણ દેખાય છે. પીકઅપ વાન આગળ વધે અને ખુરથી એકદમ વળી જાય છે. જેવી જ પીકઅપ વાન ખુરશી પર પસાર થઈ પેલો વ્યક્તિ ખુરશીને ગાડી નીચેથી બહાર કાઢે છે. પેલો વ્યક્તિ ખુરશીને પહેલા જેવી કરી દે છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. કરોડો લોકોએ આ વીડિયો જોઈ લીધો છે.
આ વીડિયો પર તમે શું આપશો કમેન્ટ?
વીડિયો શેર કરતી વખતે જે કેપ્શન આપવામાં આવ્યું છે તે પણ આ વીડિયોને સૂટ થાય છે. વીડિયો શેર કરતા લખવામાં આવ્યું છે કે 'માર્કેટિંગ લેવલ જોઈ રહ્યા છો!'આ વીડિયો પર અનેક લોકોએ રિએક્ટ કર્યું છે અને અનેક લોકોએ કમેન્ટ પણ કરી છે. કોઈકે લખ્યું કે મેક ઈન ઈન્ડિયા. ઈન્ડિયામાં જ આવી વસ્તુઓ બની શકે, તો કોઈકે લખ્યું કે આ માર્કેટિંગ લેવલ નથી પરંતુ કોન્ફીડન્સ લેવલ છે. તો કોઈકે લખ્યું કે ભગવાન આટલો જ મજબુત બનાઈ દો. આ વીડિયોને જોઈ અલગ અલગ લોકો પોતાની રાય આપી રહ્યા છે. ત્યારે આ વીડિયો પર તમે શું કમેન્ટ આપશો તે અમને જણાવો.