વિનાશકારી સાબિત થશે વાવાઝોડું! વાવાઝોડા પહેલા જ આટલા લોકોએ ગુમાવ્યા જીવ! જાણો ક્યાં બની ઘટનાઓ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-13 09:50:23

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાત પર સંકટ વધી રહ્યું છે. ગુજરાત તરફ આવી રહેલું વાવાઝોડું વિનાશક સાબિત થાય તેવું હાલ લાગી રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડું ટકરાય તે પહેલા જ નુકસાનીના દ્રશ્યો આવવાના શરૂ થઈ ગયા છે. અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હોય અથવા તો છત ઉડી ગઈ હોય. કચ્છમાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી શકે છે. ત્યાં વાવાઝોડું વધારે વિનાશકારી સાબિત થઈ શકે છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે કચ્છમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થઈ ગયા હતા ત્યારે આજે સમાચાર મળી રહ્યા છે કે પોરબંદરમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે. જર્જરિત મકાન ધરાશાયી થતાં યુવક કાટમાળમાં દટાઈ ગયો અને તેનું મોત થઈ ગયું.

ભુજમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત, એક બાળક ઈજાગ્રસ્ત

દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના થયા મોત!

વાવાઝોડાને કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. મુખ્યત્વે અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો ક્યાંક વરસાદ પણ વરસી રહ્યો છે. સૌથી વધારે પ્રભાવિત કચ્છ, દ્વારકા તેમજ જામનગર જિલ્લો થઈ શકે છે તેવું અનુમાન છે. રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું અનેક મુસીબતો તેમજ વિનાશકારી સાબિત થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને પગલે અનેક લોકોનું સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલે કચ્છથી સમાચાર આવ્યા જેમાં દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થયાં છે જ્યારે એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે. બાળકો રમી રહ્યા હતા અને ભારે પવનને કારણે દિવાલ પડી ગઈ અને બાળકોના મોત થઈ ગયા. ત્યારે આવી જ ઘટના રાજકોટથી પણ સામે આવી હતી. તેમાં વૃક્ષ ધરાશાયી થતાં મહિલાનું મોત થયું છે. 



જર્જરિત મકાન તૂટી પડતાં યુવકનું થયું મોત!   

ત્યારે ફરી એક વ્યક્તિનું મોત થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર પોરબંદરના ભાટિયા બજારમાં જૂનું મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે. પોરબંદરમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બજારમાં આવેલું જર્જરિત મકાન તૂટી પડતાં કાટમાળ નીચે દબાઈ ગયો હતો. સવારે જ્યારે આ ઘટના અંગે આસપાસના લોકોને જાણ થઈ ત્યારે તપાસ કરાતા ખબર પડી કે યુવકનું મોત થઈ ગયું છે. મહત્વનું છે કે અનેક વખત સૂચના પણ આપવામાં આવતી હોય છે કે આવા સમયે જર્જરિત મકાનોથી દૂર રહેવું જોઈએ. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...