ચૂંટણી પેહલા રાજ્ય સરકાર આ સૌથી મોટો નિર્ણય લેશે !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-29 13:53:38


આજે ચૂંટણી પેહલા અંતિમ કેબિનેટ બેઠક મળવાની છે ત્યારે આ બેઠકમાં અત્યાર સુધીનું સૌથી મોટું એલાન સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પાસ થઈ શકે છે. 


બીજા રાજ્યોની પેટર્ન ગુજરાતમાં !!!


 ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાતો કરવામાં આવી હતી અને તે બાદ સરકાર બન્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે. 


શું છે યુનિફોર્મ સિવિલ કોડ ?


કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે જેમાં તમામ ધર્મના લોકોને સમાન રૂપે સમાન કાયદો લાવશે  હાલ બધા ધર્મોના લોકો આ બાબતોને તેમના વ્યક્તિગત કાયદા હેઠળ સમાધાન કરે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોમાં વ્યક્તિગત કાયદો છે જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ નાગરિક કાયદા હેઠળ આવે છે. બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણમાં કલમ 44 હેઠળ રાજ્યની જવાબદારી જણાવી છે.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...