આનંદો! રાજ્ય સરકાર માવઠાથી નુકસાની પેટે ખેડૂતોને ચુકવશે સહાય, કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-11-28 14:16:08

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે, ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થતાં તેમની હાલત કફોડી બની છે. હવે આ પરિસ્થિતીમાં ખેડૂતો સરકાર પાસે નુકસાની માટે વળતર માંગી રહ્યા છે. કમોસમી વરસાદથી નુકસાની મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે SDRFના ધોરણ પ્રમાણે પર હેક્ટરદીઠ સહાય ચૂકવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે માવઠાથી થયેલા નુકસાનના સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. ખેડૂતોને કઈ રીતે સહાય ચૂકવવામાં આવશે તેને લઈને ચર્ચા કરાશે. ચર્ચા-વિચારણા બાદ કેટલી સહાય આપવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. 


33 ટકા નુકસાન ધરાવતા વિસ્તારોમાં SDRF આપશે સહાય 


કૃષિમંત્રી રાઘવજી પટેલે વળતર ચૂકવવાની પ્રક્રિયા અંગે કહ્યું કે 33 ટકા કરતા વધુ નુકસાન થયુ હશે ત્યાં SDRF મુજબ સહાય ચૂકવશે. તાત્કાલિક ધોરણે સર્વે કરીને નુકસાનીનું વિશ્લેષણ કરાશે. આજથી જિલ્લાવાર નુકસાનીના સર્વેની કામગીરી શરૂ થશે. વિરોધ પક્ષનું કામ આક્ષેપો કરવાનું છે. સર્વે બાદ સરકારના ધારધોરણો પ્રમાણે સહાય અપાશે. 33 ટકા કરતા વધુ નુકસાન થયું હશે તો SDRF મુજબ સહાય ચુકવાશે. SDRFના ધોરણ મુજબ હેકટર દીઠ 6800 સહાય ચૂકવવામાં આવે છે. બે હેકટરની જ મર્યાદા છે.


નોંધપાત્ર નુકસાન થયું નથી 


જો કે કૃષિમંત્રી રાઘવજી પટેલે દાવો કર્યો હતો કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નોંધપાત્ર નુકસાન ન થયું નથી. ત્રણથી ચાર લાખ હેક્ટરમાં પવન સાથે વરસાદ થતા એટલા વિસ્તારમાં જ નુકસાન થયું છે. રાઘવજી પટેલનો દાવો, જે પાકની વાવણી પૂર્ણ થઈ ગઈ હતી તેને નુકસાન થયું નથી. જેમ કે કપાસ અને દિવેલામાં મોટું નુકસાન નથી. જો કે તુવેરના પાકને નુકસાન થયું હોવાનું સરકારે સ્વીકાર્યું હતું. સરકારે છેલ્લા નવ વર્ષમાં કુદરતી હોનારતોથી ખેતીને નુકસાન પેટે દસ હજાર 700 કરોડની સહાય ચૂકવાઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. રાઘવજી પટેલે કહ્યું હતું કે રવિ સીઝનમાં 15થી 16 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. જીરું, ઘઉં, ચણા, બટાકાનું વાવેતર થયું છે. 34 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ, 6 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ, 14 જિલ્લામાં 34 તાલુકાઓમા 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.


83 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર 


રાઘવજી પટેલે કહ્યું હતું કે સર્વે કરવાની સૂચનાઓ આપી દીધી છે. આજથી જ અમારા અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેની વાવણી પૂર્ણ થઈ તેને નુકસાન થયું નથી. 10થી 15 લાખ હેક્ટરમાં કપાસનો ઉભો પાક છે. 5 લાખ હેક્ટરમાં દિવેલા પાકનું વાવેતર થયું છે. 2 લાખ હેક્ટરમાં તુવેર પાકનું વાવેતર થયું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?