કમોસમી વરસાદને કારણે પાકમાં થેયલા નુકસાન અંગે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-27 16:29:43

શિયાળામાં ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલથી માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે રવિ પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જગતનો તાત બેહાલ થઈ ગયો છે. એક તરફ પાકને નુકસાન થાય છે તો બીજી તરફ વીજળી પડવાને કારણે પણ અનેક લોકોના મોત થયા છે. નિયમો મુજબ 4 લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે. ત્યારે એવી માહિતી પણ સામે આવી છે કે કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અંગે સર્વે કરવાના આદેશ આપી દેવાયા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વેના આદેશ આપ્યા છે. ઝડપથી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. 

નિયમાનુસાર સહાય ચૂકવવા માટે આપી દેવાયા છે આદેશ!

ગઈકાલથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. આ માવઠામાં અનેક લોકોના તેમજ અનેક પશુઓના મોત થયા છે. વીજળી પડવાને કારણે 20થી વધારે લોકોના મોત થયા છે જ્યારે અનેક પશુ પણ આનો ભોગ બન્યા છે. રાજ્ય સરકાર આ મામલે સતત એક્ટિવ દેખાઈ રહી છે. મુખ્યમંત્રી હાલ જાપાનના પ્રવાસે છે પણ તેમણે ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદને લઈ માહિતી મેળવી છે. મુખ્યમંત્રીએ એક ટ્વિટ કરી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ અને વીજળી પડવાને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા નિયમાનુસારની સહાય ચૂકવવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. 


ભાજપના ધારાસભ્યએ સહાય માટે સીએમને લખ્યો હતો પત્ર 

એવા પણ સમાચાર સામે આવ્યા છે કે પાકને થયેલા નુકસાન અંગે સર્વે કરાવા માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે તપાસના આદેશ આપી દીધા છે.  હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઇ છે એવી માહિતી સામે આવી છે. તપાસ થયા બાદ આ સહાય અંગેની જાણકારી આપવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ખેડૂતોના હીતમાં લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જલ્દી નુકસાની અંગેનો સર્વે કરવામાં આવે અને જગતના તાતને સહાય ચૂકવવામાં આવે.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...