અરે... બાપ રે! રાજ્ય સરકારે એકી ઝાટકે 6400 TRB જવાનોની કરી હકાલપટ્ટી, હવે તેમનું કોણ રણીધણી?


  • Published By :
  • Published Date : 2023-11-19 12:20:34

રાજ્યમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની છે, રાજ્યના ભણેલા-ગણેલા યુવાનોને પણ નોકરી મેળવવી લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બન્યું છે. હવે આવી વિકટ પરિસ્થિતીમાં TRB જવાનોને લઈ રાજ્ય સરકારે મોટા નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 9 હજારમાંથી 6400 TRB જવાનોને ક્રમશઃ ફરજમુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તેમાં પણ ફરજમુક્ત થયેલા જવાનોને ફરીથી કામગીરીમાં ન લેવાનો પણ કરાયો પણ હુકમ કરતા 6400 TRB જવાનો પર તો જાણે આસમાન તુટી પડ્યું છે. રાજ્યમાં બેકારીથી ટળવળતા યુવાનોમાં હવે નવા 6400 TRBનો ઉમેરો થયો છે. હવે ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતી કરવાનો પણ સરકારે આદેશ કર્યો છે. 


ચકચાર મચી ગઈ


રાજ્ય પોલીસ વડાએ રાજ્યના 9000 પૈકી 6400 TRB જવાનોને છુટ્ટા કરવા પોલીસ વડાનો આદેશ આપતા ચકચાર મચી જવા પામી છે. વર્ષોથી એક જ જગ્યામાં ફરજ બજાવવી વહીવટી અનુકૂળતા માટે યોગ્ય ન હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવ્યો છે. રાજ્યના 9 હજાર પૈકી 6400 જેટલા TRB જવાનોને છુટ્ટા કરવાની વાતને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પાંચ વર્ષથી વધૂ સમય ફરજ બજાવનાર TRB જવાનોને 31મી ડિસેમ્બર 2023ના સુધી મુક્ત કરાશે. જ્યારે 10 વર્ષ ફરજ બજાવી હોઇ તેવા જવાનને 30મી નવેમ્બર 2023 સુધીમાં મુક્ત કરાશે. આ ઉપરાંત 3 વર્ષથી વધુ સમય પુર્ણ થયેલ હોઇ તેવા TRB જવાનોને 31મી માર્ચ 2024 સુધીમાં છુટ્ટા કરવાનો આદેશ અપાયો છે.



સરકારનું આ પગલું કેટલું યોગ્ય?


રાજ્યમાં સરકારની કોન્ટ્રાટ સિસ્ટમની નિતીના કારણે હજારો લાયક યુવાનોને પણ સરકારી નોકરી મળવી એ જાણે સપનું બની ગયું છે. બીજી તરફ પ્રાઈવેટ નોકરીઓમાં કોઈ સુરક્ષા હોતી નથી. તેમને પીએફ અને ગ્રેજ્યુટી જેવા કોઈ લાભ પણ મળતા નથી તેથી જે યુવાનો સરકારી નોકરી મેળવવા માટે આકર્ષાયા છે. હવે આ પરિસ્થતીમાં રાજ્ય સરકાર હાયર અને ફાયરની નીતિ અપનાવે તે કેટલું યોગ્ય છે, એક  TRB જવાનને મહિને માત્ર 8400 પગાર મળે છે. આટલો પગાર તો લઘુત્તમ વેતનથી પણ ઓછો છે. રાજ્ય સરકારે એકી ઝાટકે 6400 TRB જવાનોને ઘર ભેગા કરતા તેમના માટે પરિવારજનોનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બની ગયું છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...