રાજ્ય સરકારે ડુંગળી-બટાકા પકવતા ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, ગુજરાત સરકાર કરશે આટલા કરોડની સહાય


  • Published By :
  • Published Date : 2023-03-07 13:03:24

વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. અનેક મુદ્દાઓ પર સત્રમાં ચર્ચા કરવામાં આવી રહી છે. રાજ્યમાં છેલ્લા એક બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે.

 


લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે કરાઈ સહાયની જાહેરાત

જગતનો તાત દિવસ રાત મહેનત કરી પોતાના પાકને પકવતો હોય છે. પરંતુ અમુક વખત અનેક કારણોસર તેમના પાકને નુકસાન થતું હોય છે. ત્યારે હાલ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પોષણસમા ભાવ ન મળવાને કારણે પણ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે રાજ્ય સરકારે લાલ ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. 


આટલા કરોડની સહાયની કરી જાહેરાત 

કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાત રાજ્યના બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા જણાય છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં એક કિલોએ રુપિયા બેની સહાય ખેડૂતોને આપવામાં આવશે. ખેડૂત દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા માટેની સહાય આપવામાં આવશે. રાજ્ય સરકાર 70 કરોડની સહાય કરશે. આ ઉપરાંત સરકાર ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ માટે 20 કરોડની ફાળવણી કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત બટાકા પકાવતા ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે.


રાઘવજી પટેલે આપ્યું નિવેદન 

આ અંગે રાઘવજી પટેલે કહ્યું કે બટાકાની નિકાસ માટે વાહન ખર્ચમાં સહાય આપવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટથી બટાકાની નિકાસ પર 750 રુપિયા પ્રતિ મેટ્રિક ટનની સહાય આપવામાં આવશે. ઉપરાંત રેલવે થકી કરવામાં આવતા નિકાસ માટે  1150 રુપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. દેશ બહાર બટાકાની નિકાસ કરે તો કુલ વાહતના ખર્ચના 25 ટકા આપવામાં આવશે. 


બટાકા પકવતા ખેડૂતો માટે કરાઈ આ જાહેરાત 

ઉપરાંત બટાકા પકવતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાકાનો સંગ્રહ કરે તો પ્રતિ કિલો 1 રુપિયા લેખે ખેડૂતને એક કટ્ટાના 50 અને વધારેમાં વધારે 600 કટ્ટાની મર્યાદામાં સહાય આપવામાં આવશે. બટાકા પકવતા ખેડૂતોને 200 કરોડની સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.