પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા 29 મેના રોજ પંજાબના મનસા જિલ્લામાં કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી પોલીસે ઘણા આરોપીની ધરપકડ કરી છે. જ્યારે હવે સ્પેશિયલ સેલે વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરી છે.
ઘણા સમયથી ફરાર હતો આ કુખ્યાત ગેંગસ્ટર...
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં અને બીજા અનેક ગુનામાં નાસતા ફરતા ગેંગસ્ટર દીપક કુમાર ઉર્ફે ટીનુની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલની ટીમે રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી દીપક કુમાર ઉર્ફે ટીનુને પકડી પાડ્યો છે. ભૂતકાળમાં કુખ્યાત ગેંગસ્ટર ટીનુ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. ત્યારથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. ત્યારથી ટીનું પોલીસની પકડથી દૂર હતો અને નાસતો ફરતો હતો.
કોણ છે આ ટીનુ?
લોરેન્સ બિશ્નોઈ ગેંગનો કુખ્યાત ગેંગસ્ટર ટીનુ હરિયાણામાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે હરિયાણામાં અનેક ગુના આચરી ચુક્યો છે. ટીનુ વિરુદ્ધ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને આર્મ્સ એક્ટના 32 જેટલા કેસ નોંધાયેલા છે.