Chandrayaan-3ના લોન્ચિંગ વખતે જે અવાજમાં આપણે કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તે અવાજ શાંત થયો, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-04 13:45:14

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો જીંદગીનો કોઈ ભરોસો નથી રહ્યો. નાની ઉંમરના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ઈસરોના વૈજ્ઞાનિકનો જીવ હાર્ટ એટેકને કારણે ગયો છે. ચંદ્રયાન-3ના લોન્ચિંગ વખતે તેમના અવાજમાં આપણે કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તે અવાજ હવે શાંત થઈ ગયો છે. વૈજ્ઞાનિક વલારમથીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. 


ઈસરોના વૈજ્ઞાનિકનું હાર્ટ એટેકને કારણે થયું મોત   

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરો તરફથી ખુશ કરી દે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. ભારતવાસીઓને ગર્વ થાય તેવી ક્ષણોનો આપણે અનુભવ કરી ચૂક્યા છે. ઈસરોના વૈજ્ઞાનિકો સતત ચર્ચામાં આવી રહ્યા છે. એક બાદ એક સારા સમાચારો મળતા હતા પરંતુ ઈસરોથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જે મહિલા વૈજ્ઞાનિકના અવાજમાં આપણે ચંદ્રયાન -3ના લોન્ચિંગ વખતે  કાઉન્ટ ડાઉન સાંભળ્યું હતું તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. રવિવાર સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તમિલનાડુના અરિયાલુરમાં રહેતા વલારમથીનું નિધન થતા વૈજ્ઞાનિકોમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. સોશિયલ મીડિયા પર વૈજ્ઞાનિકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. 


કોરોના બાદ વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા 

એક સમય એવો હતો જ્યારે કોરોનાને કારણે લોકોના જીવ ગયા. અનેક પરિવારોએ પોતાના સભ્યોને કોરોનામાં ગુમાવ્યા છે. પરંતુ કોરોનાની આફ્ટર ઈફેટ્સ પણ લોકો માટે ઘાતક સાબિત થઈ છે. કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ, યુવાનો કાળનો કોળિયો બની રહ્યા છીએ. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ રમત રમતા હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.  



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.