ઓસ્કર એવોર્ડ સેરેમનીમાં ભારતની ફિલ્મોનો દબદબો જોવા મળ્યો છે. 95માં ઓસ્કર એવોર્ડમાં ભારતની ફિલ્મ RRRના નાટુ નાટુ ગીતે એવોર્ડ જીત્યો છે. આ ગીતે બેસ્ટ ઓરિજિનિલ સોંગની કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આરઆરઆર ભારતની પ્રથમ ફિચર ફિલ્મ હતી જેેને આ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું અને એવોર્ડ પણ જીત્યો છે. આરઆરઆનું નાટુ નાટુ ગીત લખનાર ચંદ્ર બોસ અને સંગીતકાર એમ.એમ.કેરાવાણીએ ટ્રોફી લીધી હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરી પાઠવી શુભકામના
ઓસ્કર મેળવ્યા બાદ ભારતના વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું કે અદ્ભૂત, નાટૂ નાટૂ ગીતની લોકપ્રિયતા હવે ગ્લોબલ થઈ ગઈ છે. આ એવું ગીત છે જે આવનાર વર્ષો સુધી લોકોને યાદ રહેશે.
We’re blessed that #RRRMovie is the first feature film to bring INDIA's first ever #Oscar in the Best Song Category with #NaatuNaatu!
આ ડોક્યુમેન્ટરી ફિલ્મને મળ્યો છે એવોર્ડ
આરઆરઆર ફિલ્મ સિવાય ધ એલિફન્ટ વ્હિસ્પર્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ડોક્યુમેન્ટરીનું દિગ્દર્શન કાર્તિકેયી ગોન્સાલ્વેસ દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે આના નિર્માતા ગુનીત મોંગા છે. ગુનીતની આ બીજી ફિલ્મ છે જેને ઓસ્કર એવોર્ડ મળ્યો છે. 2019માં પિરિયડ એન્ડ ઓફ ક્વેઈનને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. તે ઉપરાંત પીએમ મોદીએ ડોક્યુમેન્ટરી ફિલ્મ વિજેતાને અભિનંદન પાઠવ્યા છે.