તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકોના મોત થયા છે. જ્યારે હજારોની સંખ્યામાં લોકો બેઘર થયા છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે સિક્કિમમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સવારે આશરે 4.15 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો તેવી જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી છે.
An earthquake of magnitude 4.3 on the Richter scale occurred today at around 4.15am 70km NW of Yuksom, Sikkim: National Center for Seismology pic.twitter.com/BrHa9lcvXC
— ANI (@ANI) February 13, 2023
સિક્કિમમાં આવ્યો ધરતીકંપનો આંચકો
ઘણા સમયથી વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને કારણે મોટુ નુકસાન થયું છે. હજારો લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે સવારે સિક્કિમમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ હતી. તે પહેલા રવિવારે આસામની ધરા ધ્રૂજી હતી. આસામના નાગાંવમાં 4.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ગુજરાતના અનેક શહેરોમાં પણ ધ્રુજી હતી ધરા
તે સિવાય ગુજરાતના પણ અનેક શહેરોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સુરત, અમરેલી જેવા જિલ્લાઓમાં ધરતીકંપના આંચકાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. આખા સુરતમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. તે પહેલા અમરેલીના અનેક ગામોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. તુર્કી અને સીરિયામાં ખરાબ થતી પરિસ્થિતિને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.