આજે દશેરાનો દિવસ અને અને આ દિવસ મહારાષ્ટ્રના રાજકારણ માટે મહત્વનો માનવામાં આવે છે. શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથની દશેરાની અલગ-અલગ રેલી નીકળી હતી. 56 વર્ષમાં પહેલીવાર શિવસેનાની દશેરાની રેલી અલગ-અલગ નીકળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રેલી શક્તિ પ્રદર્શનના ભાગરૂપે કાઢવામાં આવી હતી જેથી ખબર પડે કે શિંદે જૂથમાં વધારે જોર છે કે ઉદ્ધવ જૂથમાં.
ઠાકરે જૂથના ધારાસભ્યો અને સાંસદો શિંદે જૂથમાં જોડાશે
હાલની પરિસ્થિતિમાં શિવસેનાના એકનાથ શિંદે જૂથમાં 40 ધારાસભ્ય અને 12 સાંસદ છે જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથમાં 15 ધારાસભ્ય અને 6 લોકસભા સાંસદ છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે આ દશેરાની શક્તિ પ્રદર્શન રેલીમાં ઉદ્ધવ જૂથના ધારાસભ્યો અને સાંસદો એકનાથ શિંદે જૂથમાં જોડાશે. હવે કેટલા MP-MLA જોડાશે તે જોવાનું રહેશે.
વર્ષ 1966માં બાલા સાહેબ ઠાકરેએ પહેલી રેલી કાઢી હતી
બાલા સાહેબ ઠાકરેએ 19 જૂન 1966ના શિવસેનાનો પાયો નાખ્યો હતો. 30 ઓક્ટોબરે દશેરાના દિવસે દાદરના શિવાજી પાર્કમાં તેમણે શિવસેનાની પહેલી રેલી કાઢી હતી. પરંતુ એ રેલી હતી અને આજે આ રેલી છે.