સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો થશે આજથી પ્રારંભ, અનેક મુદ્દાઓને લઈ વિપક્ષ કરશે સરકારને ઘેરવાનો પ્રયાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-13 10:08:35

બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થવાનો છે. બજેટ સત્રનો પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધીમાં પૂરો થઈ ગયો હતો. જ્યારે બીજો તબક્કો 13 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલવાનો છે. બજેટના પહેલા સત્રમાં વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે બીજા સત્રમાં પણ વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માગ કરવામાં આવી શકે છે. સત્રની શરૂઆત થાય તે પહેલા રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે રવિવારે સદનની કાર્યવાહી વ્યવસ્થિત રીતે ચાલે તે માટે સર્વદળિય બેઠક બોલાવી હતી.


બીજો તબક્કો પણ હંગામેદાર રહે તેવું અનુમાન  

બજેટ સત્રના પ્રથમ તબક્કામાં અદાણી હિંડનબર્ગ સહિત અનેક મુદ્દાઓને લઈ અનેક વખત સંસદમાં હંગામો કરવામાં આવ્યો હતો. હંગામાને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. સત્રનો પ્રારંભ રાષ્ટ્રપતિના સંબોધન બાદ થયો હતો. ત્યારે આજથી બીજા તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સત્રમાં અનેક બેઠકો થવાની છે. આ સત્ર પણ હંગામેદાર રહી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. 


મલ્લિકાર્જુન ખડગેએ સત્ર પહેલા બોલાવી બેઠક 

આ સત્રમાં પણ વિપક્ષ દ્વારા સત્તાપક્ષને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે. વધતી મોંઘવારી, અદાણીનો મુદ્દો તેમજ લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન અને તેના પર આવેલી વિવિધ પ્રતિક્રિયા, કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી સહિતના અનેક મુદ્દાઓને લઈ  હોબાળો થઈ શકે છે. સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક મીટિંગ બોલાવી છે. કયા મુદ્દે અને કેવી રીતે સરકારને ઘેરવી તે અંગે રણનીતિ ઘડવામાં આવી શકે છે.         




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?