કોરોનાને લઈ વિશ્વના અનેક દેશોની ચિંતામાં વધારો થયો છે. અનેક દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં તો કોરોના બેકાબુ બન્યો છે પરંતુ બીજા દેશોમાં પણ કોરોનાના કેસોમાં વધારો થયો છે. યૂરોપ, જાપાન, સહિતના દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો થયો છે. જેને કારણે ફરી એક વખત કોરોનાને કારણે હાહાકાર મચી શકે છે.
ભારતમાં ઘટી રહ્યું છે કોરોનાનું જોર
વિશ્વભરમાં કોરોનાને કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે તો લાખો લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોનાને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. ત્યારે ભારતમાં કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભારતમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભારતમાં કોરોના ઘટી રહ્યો છે પરંતુ વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે.
વિશ્વના અનેક દેશોમાં વધતો કોરોનાનો ખતરો
યુરોપ, એશિયા સહિતના દેશોમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક આંકડાની વાત કરીએ તો 18 ડિસેમ્બર સુધીમાં આંકડો 5.1 લાખ પહોંચી ગયો હતો. જાપાનમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અંદાજ પ્રમાણે એક અઠવાડિયામાં જાપાનમાં મિલિયન જેટલા કેસ દર્જ થયા છે. આ સિવાય બ્રાજીલ, જર્મનીમાં પણ કેસમાં વધારો થયો છે.