આમ તો દેશના મોટા ભાગના આઈએએસ અધિકારીઓ ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા હોય છે. તેઓ નાનપણથી જ પોતાની રીતે મહેનત કરીને આગળ આવવાના સપના જોતા હોય છે. પરંતુ તે જ બિહારની એક શાળાએ પરીક્ષાના પેપરમાં લોચા માર્યા હતા. બિહારના કિશનગંજ જિલ્લાની એક નિશાળના સાતમા ધોરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા દરમિયાન ગોટે ચડ્યા હતા. પેપરમાં કંઈક એવું લખાયું હતું જે વાંચીને વિદ્યાર્થીઓ ઘુમરીએ ચડ્યા હતા.
પેપરમાં પૂછાયું કાશ્મીર દેશના લોકોને શું કહેવાય છે?
બિહારની શાળાના સાતમા ધોરણની અર્ધવાર્ષીક પરીક્ષા ચાલી રહી હતી. જેમાં એક પ્રશ્ન એવો પૂછાયો હતો કે પરીક્ષામાં પૂછાયું કાશ્મીર દેશના લોકોને શું કહેવાય છે? આ પરીક્ષા બિહાર શિક્ષા પરિયોજના પરિષદ દ્વારા યોજવામાં આવી હતી. સમગ્ર બાબતે ભાજપે નીતિશ સરકાર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.