ડમીકાંડ બાદ સામે આવ્યું નકલી માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ, મહેસાણાથી પોલીસે ઝડપી પાડ્યું કૌભાંડ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-15 12:04:16

નકલી.... નકલી... નકલી... આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં ખાદ્ય પદાર્થોને લઈ વિચાર આવે. એવું લાગે કે કોઈ વેપારી ખાદ્ય પદાર્થમાં નકલી વસ્તુ ભેળસેળ કરતા પકડાયા હશે. પરંતુ ના આજે વાત કરવી છે નકલી માર્કશીટ કૌભાંડની. રાજ્યમાં એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા પરીક્ષામાં નકલી ઉમેદવારો બેસાડવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. એ મામલો હજી શાંત નથી થયો ત્યારે વધુ એક કૌભાંડ મહેસાણાથી સામે આવ્યું છે. નકલી માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગયો છે. નકલી ડોક્યુમેન્ટ બનાવી પ્રાઈવેટ કંપનીમાં નોકરી મેળવવા માટે ચાલતું કૌભાંડ ઝડપાયું છે. માત્ર બે મિનીટમાં તમને સર્ટિફિકેટ મળી જતા. ઝેરોક્ષની દુકાનમાં કૌભાંડ ચલાવતા આરોપીઓ પોલીસના સકંજામાં છે.


નકલી માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ સામે આવ્યું 

રાજ્યમાં ચાલતા કૌભાંડો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા ડમીકાંડ સામે આવ્યો હતો જેમાં નકલી ઉમેદવારો બેસાડવામાં આવતા હતા ત્યારે મહેસાણાથી નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાના બેચરાજી ખાતે એક ઝેરોક્ષની દુકાનમાં નકલી માર્કશીટ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આમ તો ડિગ્રી મેળવવા વિદ્યાર્થીઓએ અનેક વર્ષો સુધી મહેનત કરવી પડતી હોય છે. પરંતુ જે કૌભાંડ સામે આવ્યું છે તેમાં માત્ર બે મીનિટની અંદર ડિગ્રી સર્ટિફિકેટ તમારા હાથમાં હોય. શંખલપુરમાં રહેતા કુલદીપ પરમાર અને એક યુવકે દુકાન ભાડે રાખી અને પોતાના કોમ્પ્યૂટરમાં ધોરણ 10-12, ITI અને ડિપ્લોમા સુધીની માર્કશીટો બનાવી આપવાની શરૂઆત કરી. પરીક્ષામાં નપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપતા લોકોનો પર્દાફાશ થયો છે.   


1500 રૂપિયામાં મળતી હતી નકલી માર્કશીટ  

આ મામલે મળતી માહિતી અનુસાર માત્ર બે મહિનાની અંદર 50 જેટલા વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી આપી છે. થોડા સમય પહેલા પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક દુકાનની બહાર અનેક યુવાનો ઉભા છે. જે વીડિયો વાયરલ થયો હતો તેમાં એક વિદ્યાર્થી બોલી રહ્યો હતો કે હું જ પ્રિન્સિપલ અને હું જ ટીચર. તેમ કહી નકલી માર્કશીટ વેંચતો હતો. આવી પ્રવૃત્તિ થાય છે તે વાતની બાતમી મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી. જેના આધારે પોલીસે ઝેરોક્ષની દુકાનમાં દરોડા પાડ્યા. તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વસ્તુઓ મળી આવી. ડોક્યુમેન્ટો મળી આવ્યા. 1500 રુપિયામાં નકલી માર્કશીટ આપવામાં આવતી હતી. 


ઝેરોક્ષની દુકાનમાં બનતી હતી માર્કશીટ  

નકલી માર્કશીટના આધારે અનેક લોકો નોકરી પર પણ લાગી ગયા હતા. સાચી ડિગ્રી ન હોવા છતાં, પૂર્ણ અભ્યાસ કર્યા વગર નકલી માર્કશીટનો સહારો લઈ નકલી ડિગ્રીને આધારે નોકરી મેળવી લીધી હતી. રેડ દરમિયાન પોલીસે 86400 જેટલાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  


પહેલા નકલી ઉમેદવારો પકડાયા હવે નકલી માર્કશીટ બનાવતા લોકો!

નકલી વસ્તુનો હાલ જમાનો ચાલે છે. ખાવા પીવાની વસ્તુઓ તો નકલી મળી રહી છે પરંતુ હવે તો માર્કશીટ પણ નકલી મળી રહી છે. પહેલા નકલી ઉમેદવારોને પરીક્ષા આપવા બેસાડવામાં આવતા હતા પરંતુ હવે તો ડાયરેક્ટ માર્કશીટ જ વગર ભણે, વગર પરીક્ષા આપે હાથમાં આવી રહી છે. આવા કૌભાંડો સામે આવતા વિદ્યાર્થીઓ પણ એવું વિચારતા હશે કે ભણવાની શું જરૂર છે? પરંતુ વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્ય સાથે ચેડા કરવાની જરૂર નથી.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?